Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

5D વર્ચ્યુઅલ ટૂરમાં ગુજરાતના પ્રવાસન સ્થળો નિહાળી મંત્રમુગ્ધ બન્યા મંત્રીઓ અને મહાનુભાવો

આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લીધી

ગીર સોમનાથ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ પધારેલા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ હસ્તકલા પ્રદર્શન/આર્ટ ગેલેરીની મુલાકાત લઈ વિવિધ કૃત્તિઓ નિહાળી હતી.

પ્રદર્શન દરમિયાન આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 5D વર્ચ્યુઅલ ટૂરમાં હેરિટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ, સૂર્યમંદિર-મોઢેરા, શિવરાજપુર બીચ અને ગીર નેશનલ પાર્ક વગેરે જેવા ગુજરાતના પ્રવાસન સ્થળો  નિહાળ્યા હતા.

આ 5D વર્ચ્યુઅલ ટૂરમાં પાવાગઢ, ચાંપાનેર, અંબાજી, મહીસાગર અને તેના આસપાસનો પહાડી વિસ્તાર તથા દાંડી કુટિર વગેરે સ્થળો ઉમેરવા તેમણે સૂચન કર્યુ હતુ. વધુમાં મંત્રીશ્રીઓએ વિવિધ કલાત્મક પ્રદર્શનો, ગુજરાતના બીચ અને અન્ય પ્રવાસન સ્થળોની ગેલેરી વગેરેની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તાલાલા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડ, હળવદ – ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, આઈ.આઈ.ટી.ઈ.-ગાંધીનગરના કુલાપતિશ્રી હર્ષદભાઈ પટેલ, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી લલિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.કે.વાજા તથા જિલ્લાના પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ તથા અગ્રણીઓ, આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. -બળવંતસિંહ જાડેજા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers