Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કપિલ-અર્ચનાજી સાથે કામ કરવાની મજા આવે છે: કૃષ્ણા

મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં પરત ફરવાની અટકળો વચ્ચે, આપને જણાવી દઈએ કે કૃષ્ણા અભિષેક, જે શોમાં સપનાનું પાત્ર ભજવવા માટે જાણીતો હતો, તે આ સીઝનમાં નહીં જાેવા મળે. કોન્ટ્રાક્ટના ઈશ્યૂના કારણે ચાર વર્ષથી શો સાથે જાેડાયેલા કૃષ્ણાએ હાલની સીઝનમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું હતું.

ર્નિણય પર ફરીથી વિચાર કરવા માટે મેકર્સે આશરે ૧૦ દિવસ પહેલા ફોન કર્યો હતો પરંતુ તેમની વાતચીત અધૂરી જ રહી ગઈ. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘હા, મને હાલમાં જ TKSSના મેકર્સ તરફથી ફોન આવ્યો હતો. હું પરત ફરું તેમ તેઓ ઈચ્છે છે.

જાે કે, અમે બીજીવાર નાણાકીય અને કોન્ટ્રાક્ટના તફાવતના કારણે નિષ્કર્ષ પર પહોંચી શક્યા નહીં. વાત ફરીથી પૈસા પર જ આવીને અટકી છે. આ સીઝનમાં કમબેક કરવાની શક્યતાને નકારી કાઢતાં શું તે આગામી સીઝમાં આવશે કે કેમ તેવું પૂછતાં કૃષ્ણાએ કહ્યું હતું કે ‘આ સીઝનમાં તો શક્ય નથી.

પરંતુ આગામી સીઝનમાં કમબેકની શક્યતા છે. કપિલ અને કૃષ્ણાનું સાથે હોવું તે દર્શકો માટે ટ્રિટ બની રહેશે, હેં ને?. આ દરમિયાન શો જૂન મહિનાના અંતમાં બંધ થઈ જશે તેવી પણ ચર્ચા છે પરંતુ એક્ટરનું કહેવું છે કે તે આ વિશે કંઈ જાણતો નથી. તેણે ઉમેર્યું હતું કે ‘મને આ વિશે જાણકારી નથી. મને શો ગમે છે અને મેકર્સ સાથે પણ સારું બને છે. તેમની સાથે કામ કરવું તે હંમેશા અદ્દભુત રહે છે. ્‌દ્ભજીજીને હું મિસ કરી રહ્યો છું, હું અર્ચના પુરણ સિંહ અને સાથે વધારે અટેચ છું.

મેં ૧૫ વર્ષ સુધી અર્ચનાજી સાથે કામ કર્યું છે. હું તેમ ચોક્કસથી કહીશ કે જ્યાં સુધી શો સાથે નહોતો જાેડાયો ત્યાં સુધી કપિલની ક્લોઝ નહોતો. પરંતુ હવે મેં તેની સાથે કામ કર્યું છે અને સમય પણ પસાર કર્યો છે, તેની સાથે સેટ પર રહેવાની મજા આવે છે. જ્યારે પણ કોઈ ધ કપિલ શર્મા શો છોડીને જાય છે ત્યારે કપિલ તેના સાથી કલાકારોની વધતી પોપ્યુલારિટી અંગે અસુરક્ષિત હોવા સહિતની અલગ-અલગ થીયરી સામે આવતી રહે છે.

આ બધી અફવાને ફગાવતાં કૃષ્ણાએ કહ્યું હતું કે ‘કપિલ ઘણીવાર પાયાવિહોણી અફવાઓનો શિકાર બને છે. જાે તે ઈચ્છતો ન હોત કે હું ચમકું તો ચાર વર્ષ સુધી શોમાં ટકી શક્યો ન હોય. ઘણા કલાકારોએ મારી એક્ટિંગના વખાણ કર્યા છે. જાે તેને મારી સાથે સમસ્યા હોત તો તેણે મારા ભાગને એડિટ કરાવી શક્યો હોત.

તેને આ બધી વસ્તુ પરેશાન કરતી નથી અને તે સુરક્ષિત આર્ટિસ્ટ છે. તે જાણે છે કે જ્યારે કોઈ પર્ફોર્મ ચમકે છે ત્યારે તેનો લાભ આખા શોને મળે છે. આખરે તે ટીમ વર્ક વિશે છે. અમે એકબીજાના ટેલેન્ટ અને કામ પ્રત્યે સપોર્ટિવ રહ્યા છીએ. કપિલ ડાર્લિંગ છે. મને તેની સાથે કામ કરવાની મજા આવી હતી. તેને મારી સફળતા પર ગર્વ છે, જેમ મને તેના પર છે. અમારી વચ્ચે કોઈ નકારાત્મકતા નથી અને અમારા વિરોધીઓએ તેને શોધવાનું બંધ કરવું જાેઈએ’.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers