Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રેમ કરવા માટે મારી પાસે સમય જ નથી: રાઘવ જુયાલ

મુંબઈ, ડાન્સર, કોરિયોગ્રાફર, ટીવી શો હોસ્ટ અને એક્ટર રાઘવ જુયાલ હાલ અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પહેલીવાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતો દેખાશે. ફરહાન સામજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી દ્ભદ્ભમ્દ્ભદ્ભત્નમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ, પલક તિવારી, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, ભૂમિકા ચાવલા, જગાપથી બાબુ અને વેંકટેશ દગ્ગુબાતી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.

ગત અઠવાડિયે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રમોશનની વ્યસ્તતાની વચ્ચે રાઘવે શહેનાઝ સાથેની ડેટિંગની ખબરો પર પ્રતિક્રિયા આપી છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન સલમાને શહેનાઝેને ‘મૂવ ઓન’ કરવાની સલાહ આપી હતી, જેના પર તેણે કહ્યું હતું ‘કરી દઈ’.

આ પરથી ‘દબંગ ખાન’એ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવા અંગે ઈશારો કર્યો હોવાની અટકળો શરૂ થઈ હતી. રાઘવ જુયાલે એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં ડેટિંગની ખબરો પર જવાબ આપતાં કહ્યું હતું કે, હાલ તેની પાસે પ્રેમમાં પડવાનો ટાઈમ જ નથી. જે ઈન્ટરનેટની વસ્તુઓ છે, તે મારા સુધી આવતી નથી.

મને નથી ખબર તે સાચી છે કે ખોટી. જ્યાં સુધી હું તે જાેઉં નહીં કે સાંભળું નહીં ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરતો નથી’, આ સાથે તેણે ડીએનએ સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે ‘હું અહીંયા ફિલ્મ માટે આવ્યું છે અને હું ઈચ્છું છું કે લોકો મને એક્ટર, ડાન્સર અને હોસ્ટ તરીકે જુએ. મારું કામ બોલે! બાકી તો આ લિંક-અપની વાતો છે અને નથીં… અને આમ થવાનું પણ નથી કારણ કે મારી પાસે સમય જ નથી.

હું ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યો છું. સ્થિતિ એવી છે કે મારી પાસે આ બધા માટે સમય જ નથી. તેથી, હું મારા કામ અને ફિલ્મ વિશે જ વાત કરવાનું પસંદ કરીશ. જણાવી દઈએ કે, શહેનાઝ ગિલ અગાઉ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવામાં આવતું હતું, જેનું નિધન સપ્ટેમ્બર ૨૦૨૧માં થયું હતું.

ફેન્સને આ જાેડી એટલી પસંદ આવતી હતી કે તેમને પ્રેમથી ઈંજીૈઙ્ઘદ્ગટ્ઠટ્ઠડ કહીને બોલાવતા હતા. ગત વીકએન્ડ પર ફિલ્મની ટીમ જ્યારે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી ત્યારે સલમાને સિડનાઝના ફેન્સનો ઉધડો લીધો હતો અને ‘પંજાબની કેટરીના કૈફ’ને દુનિયાની વાતોની અવગણના કરી આગળ વધી જવાની સલાહ આપી હતી.

તેણે કહ્યું હતું કે ‘સિડનાઝ… સિંડનાઝ કરવાનું બંધ કરો. હવે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી. તે અત્યારે જ્યાં હશે ત્યાંથી તે પણ ઈચ્છતો હશે કે શહેનાઝ ખુશ રહે, જીવનમાં આગળ વધે, લગ્ન કરી લે અને બાળકો લાવે.

શહેનાઝ લોકોની વાતો સાંભળવી નહીં અને પોતાનું દિલ કહે તે જ કરવું. મૂવ ઓન ઈન લાઈફ. રાઘવ જુયાલની વાત કરીએ તો, તેનું નામ સારા અર્રહુસિસ નામની સ્વીડિશ યુવતી સાથે જાેડાયું હતું. બંને ૨૦૧૮થી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું કહેવામાં આવતું હતું. રાઘવને મળવા માટે તેની ગર્લફ્રેન્ડ અનેકવાર ભારત પણ આપી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ તેમની અંગત ક્ષણોની તસવીરો વાયરલ થઈ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers