Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શાહરૂખનો પુરો પરિવાર એક તસવીરમાં નજરે આવ્યો

મુંબઈ, શાહરુખ ખાનને બોલીવુડનો કિંગ કહેવાય છે. કિંગ ખાનના દેશ વિદેશમાં કરોડો ચાહકો છે. તે હંમેશા લાઈમલાઈટમાં રહેતો હોય છે. જાેકે, તેના પરિવારના સભ્યો એટલે કે પત્ની ગૌરી અને સુહાના, આર્યન તથા અબરામ ખાન સહિતના સંતાનો પણ અવારનવાર સમાચારોમાં જાેવા મળે છે. શાહરુખ ખાનનું ફેમિલી જ્યાં જાય ત્યાં મીડિયાની તેમના પર નજર રહે છે.

તેમના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે તેના પરિવારનો એક અનસીન ફોટો ત્યારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં આખો પરિવાર સુંદર દેખાય રહ્યો છે. તાજેતરમાં જ શાહરુખ ખાનના ફેન પેજ પરથી આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં શાહરુખ ખાન ગૌરી અને તેના ત્રણેય સંતાનો જાેવા મળી રહ્યા છે. આ ઇન્ડોર ફોટો છે. ફોટામાં તમે શાહરૂખના પરિવારને બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં જાેઈ શકો છો. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો છે.

ચાહકોને આ ફોટો ખૂબ ગમી રહ્યો છે. તેના પર વિવિધ કોમેન્ટ અને રિએક્શન મળી રહ્યા છે. આ ફોટા પર કોમેન્ટોના ઢગલા થયા છે. એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું કે, અમારો પઠાણ પરિવાર. અન્ય એક ચાહકે લખ્યું કે કિંગ ખાનનો સુંદર પરિવાર. શાહરુખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ આદર ધરાવે છે. તે અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચૂક્યો છે. તે સારો એક્ટર હોવાની સાથે સારો પિતા અને પતિ પણ છે. કામ પૂરું કર્યા બાદ તે પોતાના પરિવારને યોગ્ય સમય આપે છે.

તેને ઘણી વખત બાળકો સાથે સમય વિતાવતા જાેઈ શકાય છે. તાજેતરમાં જ ૈંઁન્ દરમિયાન તે બાળકો સાથે મેદાનમાં પહોંચી ગયો હતો અને કોલકતા ટીમને સપોર્ટ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મના પડદે જાેવા મળ્યો નહોતો. પરંતુ પઠાણની રિલીઝ સાથે તેણે જાેરદાર કમબેક કર્યું છે.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ નવડી છે. દેશ વિદેશમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને હવે શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ જવાન તથા ડંકી પર કામ કરી રહ્યો છે. આ બંને ફિલ્મોનો ચાહકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે બીજી તરફ સલમાન ખાનની ટાઈગર ૩ માં શાહરુખ ખાનનો કેમિયો જાેવા મળવાનો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers