Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

માહી ગિલે ચોરી છૂપે બોયફ્રેન્ડ સાથે કરી લીધા બીજા લગ્ન

મુંબઈ, લાખો દિલોની ધડકન એવી અભિનેત્રી માહી ગિલના ફેન્સ માટે એક શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી માહીએ હાલમાં જ પોતાની પર્સનલ લાઇફ અંગે મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે અભિનેત્રી હેડલાઇન્સમાં છવાયેલી છે.

થોડા સમય પહેલા અહેવાલો હતા કે માહીએ ચોરી છૂપે લગ્ન કરી લીધા છે. પરંતુ આ અંગે અભિનેત્રીએ મૌન સાધ્યું હતું. પોતાની પર્સનલ લાઇફને લઇને હવે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે નિવેદન આપ્યું છે.

એક્ટ્રેસે પોતાના લગ્નની વાત કન્ફર્મ કરી છે અને એક્ટર રવિ કેસર તેના પતિ હોવાનું જણાવ્યું છે. માહીએ એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં આ અંગે તમામ વાતચીત કરી હતી. તેનો પતિ કોણ છે અને હાલ તે પરીવાર સાથે ક્યાં રહે છે તે પણ જણાવ્યું હતું.

એક્ટ્રેસે લગ્નના સમાચારની પુષ્ટી કરતાં જ તેના ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. વાતચીત દરમિયાન માહીએ જણાવ્યું કે, ‘હાં, મારા તેની (કેસર) સાથે લગ્ન થઇ ચૂક્યા છે. આ સિવાય તે અને કેસર ૬ વર્ષની રીલેશનશિપમાં હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, માહી તેના પતિ અને પુત્રી વેરોનિકા સાથે ગોવામાં રહે છે. તેઓ મીડિયા અને લાઇમલાઇટથી દૂર રહીને ત્યાં જ સેટ થઇ ગયા છે. જાેકે, માહી તેની પુત્રી સાથે સોશ્યલ મીડિયા પર ફોટાઓ શેર કરતી રહે છે.

આપને જણાવી દઇએ કે માહીએ પહેલી વખત ૧૭ વર્ષની ઉંમરે જ લગ્ન કરી લીધા હતા, પરંતુ તેનો આ સંસાર લાંબો સમય ચાલ્યો નહીં અને તેના ડિવોર્સ થઇ ગયા હતા. આ માહીના બીજા લગ્ન છે. તેણે હવે બિઝનેસમેન અને એક્ટર રવિ કેસર સાથે લગ્ન કરી લીધા છે. રવિ કેસર ઓટીટી પ્રોજેક્ટ્‌સમાં કામ કરી ચૂક્યો છે.

આ ઉપરાંત તેણે અમિત ધવનની શોર્ટ ફિલ્મ મવાદ અને ડાયરેક્ટર સોહમ શાહની વેબ સીરિઝ ફિક્સરમાં પણ કામ કર્યું છે. હાલ તે માહી ગિલ સાથે લગ્નના ખુલાસા બાદ લાઇમલાઇટમાં આવી રહ્યો છે. જાેકે કપલ ગોવામાં પોતાનું સુખી વૈવાહિક જીવન માણી રહ્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers