Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સંજય દત્ત સલમાન ખાનને મારવા તેના ઘરે પહોંચી ગયો હતો

મુંબઈ, હાલ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. રમઝાનના અંતે ઈદ પર ભાઈજાનની બ્લોકબસ્ટર મૂવી KKBKKJ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. સલામાન ખાનનું કરિયર ભારે ઉતાર-ચઢાવ અને અનિશ્ચિત્તાઓથી ભરેલું છે.

જાેકે આજની તારીખમાં પણ બોલિવૂડના બેસ્ટ મેન્ટર અને બેસ્ટ ફ્રેન્ડ તરીકે ભાઈજાનનું નામ પહેલી હરોળમાં લેવાય છે અને તેમાં પણ ખાસ કરીને બેસ્ટ ફ્રેન્ડ જાેડીનું લિસ્ટ બનાવીએ તો સંજુ બાબા અને સલમાન ખાનની જાેડી પ્રથમ ક્રમે આવે, પરંતુ એક સમય હતો જ્યારે સંજય દત્તને સલમાન ખાન પર ભયંકર ગુસ્સો આવ્યો હતો.

જેને લઈને સલમાનને મારવા માટે સંજય દત્ત છેક તેના ઘર સુધી પહોંચી ગયો હતો. બંને બોલિવૂડ એક્ટરો સુપરસ્ટાર સંજય દત્ત અને ભાઈજાન સલમાન ખાન ઈન્ડસ્ટ્રીમાં તેમની મજબૂત એક્ટિંગ તેમજ ગુસ્સાવાળા સ્વભાવ માટે ખૂબ જ લોકપ્રિય છે. આજે અમે તમને એવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક વખત સંજય દત્ત ગુસ્સામાં એટલા બેકાબૂ થઈ ગયા કે સલમાનને મારવા માટે સલમાન ખાનના ઘર સુધી પહોંચી ગયા હતા.

એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ અનુસાર, આ સ્ટોરી સલમાન ખાનના કરિયરના પીક સમયની છે. સલામન એક બાદ એક હિટ ફિલ્મો આપી રહ્યા હતા. સલમાન ખાનની સ્ટાઈલ તે સમયે પણ દબંગ જ હતી.

કરિયર હિટ બનતા સલમાન ખાન સાતમા આસમાને પહોંચ્યો હતો અને અભિમાનમાં તેણે ઘણા લોકો માટે પોતાનું વર્તન બદલ્યું હતું. સંજય દત્તે પણ આવું જ કઈંક અનુભવ્યું હતું. સંજય દત્તને સલમાનની આ વાત બિલકુલ પસંદ ન આવી અને સંજુ બાબા ગુસ્સે થઈ ગયા.

રિપોર્ટ અનુસાર સલામાનના આ સ્વભાવને કારણે સંજય દત્ત પોતાનો પિત્તો ગુમાવી બેઠો હતો અને તેને મારવા માટે સલમાન ખાનના ઘરે પહોંચ્યો હતો. સલમાન ખાનના ઘરની બહાર ઉભા રહીને સંજય દત્તે ગુસ્સામાં બૂમો પાડી અને સલમાનને બહાર બોલાવ્યો. કહેવાય છે કે સલમાન ખાને સંજય દત્તને આ રીતે જાેઈને પરિસ્થિતિ સમજીને સંજય દત્તને શાંત કર્યા.

આ પ્રકરણ બાદ સંજય અને સલમાન લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યા, પરંતુ પછી બંને આ વિવાદને ભૂલીને નજીક આવ્યા અને હવે તો બંને વચ્ચે સારો બોન્ડ બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને સંજય દત્તે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની સુપરહિટ મૂવીમાં ‘ચલ મેરે ભાઈ’, ‘સાજન’, ‘યે હૈ જલવા’, ‘સન ઓફ સરદાર’ જેવી ઘણી ફિલ્મો શામેલ છે. સાજન મૂવીમાં બંને ખાસ મિત્ર બન્યાં હતા.

તાજેતરમાં પણ સલમાનને એક ગેંગ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી, ત્યારે પણ સંજુબાબાએ કહ્યું હતુ કે કોઈ સલામનને કઈં ન કરી શકે. હું બેઠો છું એના માટે. હંમેશા કોઈ પ્રોગ્રામ કે કાર્યક્રમમાં સલમાન માટે સંજુ બાબા સ્નેહ વરસાવતા જાેવા મળ્યાં છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers