Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મહિલાએ સંબલપુરી સાડી પહેરીને મેરેથોન દોડીને નવો રેકોર્ડ બનાવ્યો

યુકેમાં રહેતી ભારતીય મૂળની એક ઉડિયા મહિલાએ સંબલપુરી સાડી પહેરીને મેરેથોન દોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મહિલાએ રવિવારે માન્ચેસ્ટરમાં ૪૨.૫ કિમીની મેરેથોન ૪ કલાક ૫૦ મિનિટમાં પૂરી કરી હતી. તે યુકેની બીજી સૌથી મોટી મેરેથોન છે. Woman sets new record by running marathon wearing Sambalpuri saree

સાડી પહેરીને રેસમાં દોડતી એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. મહિલાનું નામ મધુÂસ્મતા જેના દાસ છે. તેમની ઉંમર ૪૧ વર્ષની છે.જાકે, એક ટ્‌વટર રવિયા યુઝરે મધુસ્મતાને સાડી પહેરીને મેરેથોનમાં દોડતી જાઈ. તેણે સોશિયલ મીડિયા પર ઈવેન્ટની તસવીર શેર કરી અને લખ્યું યુકેના માન્ચેસ્ટરમાં રહેતી

એક ઉડિયા યુકેની બીજી સૌથી મોટી મેરેથોન ‘માન્ચેસ્ટર મેરેથોન ૨૦૨૩’માં સાંબલપુરી સાડી પહેરીને દોડી! આ એક ખૂબ જ સુંદર ક્ષણ છે. સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.આ દરમિયાન, ફ્રેન્ડ્‌સ ઓફ ઈન્ડયા સોસાયટી ઈન્ટેલ યુકેના સત્તાવાર Âટ્‌વટર એકાઉન્ટે પણ મેરેથોનનો એક વિડિયો શેર કર્યો,

જેમાં મધુÂસ્મતા સાડીમાં આરામથી દોડતી જાવા મળે છે જ્યારે તેના મિત્રો અને પરિવારજનો તેને પ્રોત્સાહિત કરે છે. મધુÂસ્મતાએ વિશ્વભરમાં અનેક મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન દોડાવી છે.

આ તસવીર વાઇરલ થઈ ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાની ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ગર્વની ક્ષણ…લગે રહો પ્રિય. જ્યારે બીજાએ લખ્યું, વાહ શું સુંદર તસવીર છે. આપણે આપણી સંસ્કૃતિ દુનિયાને આ રીતે બતાવવી જાઈએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers