Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

 24 એપ્રિલ થી સાબરમતી-મહેસાણા-આબુરોડ સ્પેશ્યલ, અને સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશ્યલ, 09437 મહેસાણા-આબુ રોડ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશ્યલ ટ્રેનોના સંચાલન સમયમાં  24 એપ્રિલ 2023થી બદલવામાં આવી રહ્યો છે. જેની  વિગતો નીચે મુજબ છે:

·         ટ્રેન નંબર 09431 સાબરમતી-મેહસાણા સ્પેશ્યલ સાબરમતીથી 16:35 કલાકને બદલે 17:05 કલાકે ઉપડીને 17:11 કલ્લાકે ચાંદખેડા, 17:17 કલાકે ખોડિયાર, 17:27 કલાકે કાલોલ, 17:38 કલાકે ઝુલાસણ, 17:46 કલાકે ડાંગરવા, 17:53 કલાકે આંબલિયાસણ, 18:04 કલાકે જગુદણ તથા 18:25 કલાકે મેહસાણા પહોંચશે.

·         ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુરોડ સ્પેશ્યલ મહેસાણાથી 18:15 કલાકને બદલે 18:30 કલાકે ઉપડીને, 18:46 કલાકે ઊંઝા, 19:02 કલાકે સિદ્ધપુર, 19:17 કલાકે છાપી, 19:27 કલાકે ઉમરદાસી, 19:48 કલાકે પાલનપુર અને 21:10 કલાકે આબુ રોડ પહોંચશે.

·         ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશ્યલ સાબરમતી થી 17:30 કલાકને બદલે 18:20 કલાકે ઉપડીને 18:26 કલાકે ચાંદખેડા, 18:32 કલાકે ખોડિયાર, 18:42 કલાકે કલોલ, 18:53 કલાકે ઝુલાસણ, 19:01 કલાકે ડાંગરવા, 19:09 કલાકે આંબલિયાસણ, 19:20 કલાકે જગુદણ, 19:48 કલાકે મહેસાણા, 20:07 કલાકે સેલાવી, 20:15 કલાકે રણુંજ, 20:22 કલાકે સંખારી અને 20:50 કલાકે પાટણ પહોંચશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers