Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આ કારણસર ગાયનેક તબીબને થઈ ત્રણ વર્ષની સજા, ર૦ હજારનો દંડ

મહેસાણા, મહેસાણાના આંબલીયાસણ સ્ટેશન પાસે હેત મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ધરાવતા ગાયનેક તબીબને પીસી એન્ડ પીએનડીટી કાયદાની વિવિધ કલમોનો ભંગ કરવા બદલ મહેસાણાના ત્રીજા જયુડી મેજી ફસ્ટકલાસ ૩ વર્ષની સજા અને રૂ.ર૦ હજારન દંડ ફટકારતાં ગેરકાયદે ભ્રુણ પરીક્ષણ અનેભ્રુણ હત્યા કરતા તબીબોમાં ફફડાટ ફેલાયો છે.

મહેસાણાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી વ પીસી એન્ડ પીએનડીટી એકટના એપ્રોપીએટ ઓથોરીટી ડો.ટી.કે.સોની સહીતી ટીમે તા.૧૪-૭-ર૦૧૭ના રોજ આબલીયાસણ સ્ટેશન પાસે ડો.ભરતકુમાર એ. પ્રજાપતીને હેત મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલની મુલાકાત લઈ રેકર્ડ ચકાસણી કરતા

પીસી એન્ડ પીએનડી એકટની જાેગવાઈનો ભંગ થયેલો જણાયો હતો. આ હોસ્પિટલ જુલાઈ-૧૭ માસમાં ૩૧ જેટલી માતાઓને સોનોગ્રાફી સેવા અંગે નિયમ મુજબના રેકર્ડની નિભાવણી કરાયેલી નહોતી ફોર્મ એક સાથે કેસ પેપર તથા રેફરલ સ્લીપ પણ જણાઈ નહોતી અને ત્રણ સગર્ભાની પ્રેગન્સી ડ્રોપ થયેલી હોવાનું પણ ખુલ્યું હતું.

જેથી પીસી એન્ડ પીએનડીટી એકટની વિવિધ જાેગવાઈઓનો ભંગ થયેલો હોઈ ડો.ભરતભાઈ પ્રજાપતીની હેત મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કેમ ન કરવું તથા કાનુની કાર્યવહી કેમ ન કરવી તે અંગે કારણદર્શક નોટીસ આપીને તમામ બાબતોનો ૭ દિવસમાં ખુલાસો કરવા જણાવાયું હતું.

આરોગ્ય વિભાગની ટીમે પ્રેગન્સી ડ્રોપ થઈ તે મહીલાઓનાં નિવેદનો પણ લીધાં હતાં. ઉપરાંત હેત મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલની એમેટી. પી. એકટ ૧૯૭૧ હેઠળરજીસ્ટ્રેશન મળેલ ન હોવા છતાં પ્રેગેન્સી ડ્રોપ થયેલ હોવાની ગંભીર બાબતો હેઠળ રજીસ્ટ્રેશન મળેલ ન હોવા છતાં પ્રેગન્સી ડ્રોપ થયેલ હોવાની ગંભીર બાબતો આરોગ્ગય વિભાગના ધ્યાને આવી હતી.

જેથી તા.ર૬-૭-૧૭ના રોજ હેત મલ્ટીસ્પેશીયયાલીટી હોસ્પિટલમાં સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી કરાઈ હતી. ઉપરાંત હોસ્પિટલના લેટરપેડમાં પ્રસુતિ ગૃહ સોનોગ્રાફી કિલનીક, વંધત્વ નિવારણ કેન્દ્ર ગર્ભપાત કેન્દ્રકુટુંબ નિયોજન કેન્દ્ર વગેરે ઉલ્લેખ કરાયેલો હતો.

આધારે ડો.ભરતકુમાર પ્રજાપતી સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ મહેસાણાના ત્રીજા જયુડીશીયલ મેજીસ્ટ્રેટના ફસ્ટકલાસ કોર્ટમાં ચાલી જતા ડોકટરોને ત્રણ વર્ષની સાદી કેદની સજા ર૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers