Western Times News

Gujarati News

“મન કી બાત” બુકનું લોન્ચિંગ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સાંસદશ્રી રજંનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેરના પ્રમુખશ્રી ડો. વિજયભાઇ શાહે  પ્રાસંગીક સંબોઘન કર્યુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સિવાય આખા વિશ્વના કોઇ પણ રાષ્ટ્ર પ્રમુખ કે કોઇ પણ પ્રધાનંમત્રીએ ક્યારેય રેડિયોના માધ્યમથી  એક સાથે 100 જેટલા એપિસોડ કરી જનતા સુઘી પહોંચવાનો પ્રયત્ન કર્યો નથી. – શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે,  દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા પછી દેશની જનતાને નવી દિશા આપવા માટે અને માર્ગદર્શન આપી વિવિધ કાર્યક્રમો અંગે જાગૃતિ લાવવા મન કી બાત કાર્યક્રમ નો 3 ઓક્ટોબર 2014થી શુભારંભ કર્યો હતો.

આજે વડોદરા ખાતે દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 1થી 99 મન કી બાત કાર્યક્રમનું લોન્ચિંગ તેમજ મન કી બાત બુકનું લોન્ચિંગ પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમજ  પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ મન કી બાત કાર્યક્રમનું પ્રદશન નિહાળ્યુ હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રજંનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેરના પ્રમુખશ્રી ડો. વિજયભાઇ શાહ  પ્રાસંગીક સંબોઘન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ થકી દેશની જનતાને સંબોધતા હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડ પુર્ણ થયા છે અને 30 એપ્રિલના રોજ 100મો એપિસોડ રજૂ થનાર છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મન કી બાતના 1 થી 99 કાર્યક્રમમાં શું કહ્યુ તેની ઇ બુક અને પ્રદર્શની આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 100 મો એપિસોડનો કાર્યક્રમ વધુમાં વધુ લોકો સાંભળે તે માટે કાર્યકરો પ્રયાસ કરે.

આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સિવાય આખા વિશ્વના કોઇ પણ રાષ્ટ્ર પ્રમુખ કે કોઇ પણ પ્રધાનંમત્રીએ ક્યારેય રેડિયોના માધ્યમથી  એક સાથે 100 જેટલા એપિસોડ કરી જનતા સુઘી પહોંચવાનો પ્રયત્ન કર્યો નથી. આ કાર્યક્રમમાં કોઇ રાજકારણની વાત નહી અને પ્રેરણા લાયક કામની માહિતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશની જનતાને અને કાર્યકરોને અનુસરવા કહેતા હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 99  મન કી બાત કાર્યક્રમાં સાંભળી સારી વાતને કાર્યકરો જનતા સુધી લઇ જાય.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,વડોદરા શહેરના પ્રમુખશ્રી ડૉ.વિજયભાઈ શાહ,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણ શુક્લ,વડોદરા જીલ્લા પ્રમુખશ્રી સતીશભાઈ પટેલ,વડોદરા શહેરના મેયર શ્રી નીલેશભાઈ રાઠોડ,પૂર્વ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ,ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ,

શ્રીમતી મનીષાબેન વકીલ,શ્રી કેતનભાઈ ઈમાનદાર,શ્રી કેયુરભાઈ રોકડિયા,શ્રી ચૈતન્ભાઈ દેસાઈ,શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા,ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી,શહેરના મહામંત્રીશ્રીઓ,પ્રભારીશ્રીઓ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.