Western Times News

Gujarati News

હવે ડોન મુખ્તાર અંસારીની પત્ની પોલીસની રડારમાં

મુખ્તાર અંસારીની પત્ની પર પોલીસ કાર્યવાહી કરી શકે અફશા પર ઈનામની રકમ વધારી દેવામાં આવી છે

લખનઉ, અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન પછી હવે માફિયા ડોન મુખ્તાર અંસારીની પત્ની અફશા અંસારીની તપાસ પણ પોલીસ કરી રહી છે. પોલીસે અફસા પર ઈનામની રકમ ૨૫ હજારથી વધારી ૭૫ હજાર કરી દીધી છે.

નોંધનીય છે કે અફસા અંસારી ગેંગસ્ટરમાંથી રાજકારણમાં પ્રવેશેલા મુખ્તાર અંસારીની પત્ની છે. નોંધનીય છે કે શાઈસ્તા અને અફસા અંસારી બંને વચ્ચે ઘણી સામ્યતા છે. અફસાની વાત કરીએ તો તે પણ મોસ્ટ વોન્ટેડ છે. તો ચલો આપણે અફસા અંસારી કેમ ચર્ચામાં આવી રહી છે એના પર નજર કરીએ. Now don Mukhtar Ansari’s wife in police radar

પોલીસ રિપોર્ટ્‌સ પ્રમાણે અફસા વિરૂદ્ધ ૯ FIR દાખલ કરી દેવામાં આવી છે. આની સાથે જ તેની મની લોન્ડરિંગ કેસમાં પણ સંડોવણી થઈ હતી. તે મુખ્તાર અંસારી સામે નોંધાયેલા  હેઠળના મની લોન્ડરિંગ કેસની સહ આરોપી છે. ગેંગસ્ટર મુખ્તારને ૨૦૦૫માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારથી જ તેની પત્ની ગેંગને ચલાવી રહી છે.

અફસાએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું. એટલું જ નહીં આનાથી તેને કરોડો રૂપિયાની કમાણી ભાડા પેટે કરી હતી. જેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી મોટી કાર્યવાહી થઈ છે. ઈડ્ઢએ વધુમાં જણાવ્યું કે અંસારીની પત્નીના નામે અનેક બેનામ પ્રોપર્ટી પણ છે. ગત વર્ષે તપાસ એજન્સીએ તેની ૬.૩ કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી હતી. ED issues look out notice against Mukhtar Ansari’s wife, Afsha Ansari.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેણે મુખ્તારના કેસ પર ઘણુ રિસર્ચ કર્યું છે. જેમાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે અફસાનો ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી તેમની આર્થિક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે. આ તમામ બેનામી પ્રોપર્ટીઝ અને શેલ કંપની આતિફના કહેવાથી બનાવાઈ હતી. જાેકે અત્યારે આતિફ જેલમાં કેદ છે.

ઈડ્ઢના જણાવ્યા પ્રમાણે અંસારીની પત્ની સામે સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટે નકલી દસ્તાવેજાે કે કાગળો રજૂ કરવાનો આરોપ છે.

આ કેસમાં ગાઝીપુર જિલ્લાના સૈયદપુર પોલીસ સ્ટેશને FIR પણ નોંધવામાં આવી છે. ગાઝીપુરના દક્ષિણ વિસ્તારમાં પાંચ વીઘા જમીન પર તળાવના સ્થાને ગોડાઉન બનાવાયું હતું. જેને અનુમતિ અંસારીની પત્ની આપી રહી હોય એવો દાવો કરાઈ રહ્યો છે.

પોલીસે કહ્યું અફસાની સંડોવણી મુદ્દે હજુ તપાસ થઈ રહી છે. બિઝનેસ મેનને ડરાવી ધમકાવી રૂપિયા પચાવી પાડવામાં તેની સંડોવણી હોઈ શકે પરંતુ મુખ્ય આરોપી કોઈક બીજાે હોવાનું અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.