Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

IPL: LED સ્ટમ્પ અને જિંગ બેલ્સના એક સેટની કિંમત કેટલી છે જાણો છો?

અર્શદીપ સિંહે સતત બે બોલ પર કર્યા સ્ટમ્પના ટૂકડે-ટૂકડાં -LED સ્ટમ્પ અને જિંગ બેલ્સના એક સેટની કિંમત લગભગ ૪૦ હજાર ડૉલર એટલે કે લગભગ ૩૦ લાખ રુપિયા છે

મુંબઈ, IPL ૨૦૨૩ના ૩૧માં મુકાબલામાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને ૧૩ રનથી હરાવ્યું હતું. આ મેચમાં પહેલી બેટિંગ કરતા પંજાબની ટીમે બોર્ડ પર ૮ વિકેટ ગુમાવીને ૨૧૪ રન ફટકાર્યા હતા. જેના વળતા જવાબમાં મુંબઈની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૨૦૧ રન બનાવ્યા હતા. તો પંજાબની જીતનો હીરો અર્શદીપ રહ્યો હતો.

અર્શદીપે મેચમાં ચાર વિકેટો મેળવી હતી, પરંતુ અર્શદીપની તોફાની બોલિંગ બીસીસીઆઈને મોંઘી પડી ગઈ હતી. લાખો રુપિયાનું નુકસાન આઈપીએલને પહોંચ્યું હતું. Arshdeep Singh broke the middle stump twice – a set of LED stumps with Zing bails cost 30 Lakhs INR.

મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૬ રનની જરુર હતી. ત્યારે પંજાબ કિંગ્સના કેપ્ટન સમ કરને બોલિંગ અર્શદીપને સોંપી હતી. તેણે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી અને જીત અપાવી હતી. અર્શદીપના પહેલાં બોલે ટિમ ડેવિડે એક રન લીદો હતો. પછી બીજા બોલ પર તેણે કોઈ પણ રન આપ્યો નહોતો.

બાદમાં ત્રીજા બોલ પર તેણે તિલક વર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો અને મિડલ સ્ટમ્પ પણ તોડી નાખી હતી. એ પછી ચોથા બોલ પર પણ તેણે સ્ટમ્પ તોડતા નેહલ વઢેરાને ક્લીન બોલ્ડ કર્યો હતો.

 

આ વખતે પણ સ્ટમ્પ તૂટીને મેદાન પર પડી હતી. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં ૧૬ રન બચાવીને પંજાબની ટીમને જીત તો અપાવી પણ આઈપીએલને લગભગ ૨૦ લાખ રુપિયાથી વધુનું નુકસાન થયું હતું.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, એલઈડી સ્ટમ્પ અને જિંગ બેલ્સના એક સેટની કિંમત લગભગ ૪૦ હજાર ડૉલર એટલે કે લગભગ ૩૦ લાખ રુપિયા છે. અર્શદીપે એક બાદ એક સતત બે સ્ટમ્પ તોડી નાખી હતી અને આ સ્થિતિમાં બોર્ડને લાખો રુપિયાનું નુકસાન થયું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers