ખનીજ માફિયાઓ બેફામ બન્યાઃ 121 કરોડનો દંડ ફટકારાયો

પ્રતિકાત્મક
ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા -સુરેન્દ્રનગરમાં ચાર ખનીજ માફિયાઓને ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગ દ્વારા ૧૨૧ કરોડનો દંડ ફટકારાયો
સુરેન્દ્રનગર, ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તેઓ ધરતીમાંથી જરૂરી ખનીજ બિન્દાસ્તપણે ઉલેચી રહ્યાં છે. ત્યારે હવે આ ખનીજ માફિયા પર લગામ લગાવવી જરૂરી બની ગયુ છે. આવામાં ગુજરાતભરના ખનીજ માફિયા સતર્ક થઈ જાયે તેવી ઘટના બીન છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને ૧૨૧ કરોડનો દંડ ફટકારાયો છે. Mineral mafias go rogue: 121 crores fined
મઢાદ ગામે ચાર ખનીજ માફિયાઓને ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગે આ માતબર રકમનો દંડ ફટકારીને સૌને ચોંકાવી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા, રેતી અને પથ્થરની ખાણો આવેલી છે. જિલ્લામાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવે છે.
મઢાદ ગામમાં સતત ખનીજ ચોરી માટે બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી ગ્રામજનો દ્વારા ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગને રજુઆત કરવામાં આવી હતી. પરિસ્થિતિ એવી થઈ હતી કે, ગામમાં ગેરકાયદેસર ખનીજ માટે જિલેટિન ફોડતા ગામમાં આવેલ મકાનો પણ ધરાશાહી થઈ રહ્યાં છે.
આખરે ચિંતાતુર ગ્રામવાસીઓએ પ્રદૂષણ વિભાગનો દરવાજાે ખખડાવ્યો હતો. ત્યારે જિલ્લાના મઢાદ ગામે ૩૦ લાખ મેટ્રિકટ ટન ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગે મોટુ એક્શન લીધું છે. આ કેસમાં ચાર આરોપીઓને ૧૨૧ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રણજીત મસાણી, રાજેશ આલ, જયદેવ રબારી અને અજીત પગી નામના ખનીજ માફિયાઓને ૧૨૧ કરોડનો દંડ ફટાકારાયો છે. આ ચારેય ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમને દંડની રકમ ફટકારવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આવી અનેક રેતી, કોલસા અને પથ્થરની ખાણો આવેલી છે, જેને ખનીજ માફિયા ખાલી રહ્યાં છે. આ કારણે સરકારની તિજાેરીને મોટો ફટકો પડી રહ્યો છે.