Western Times News

Gujarati News

ડમીકાંડનો પર્દાફાશ કરનારો યુવરાજ આજે પાંજરે પુરાયો: પાટીલ

પાટીલે યુવરાજ સિંહની ઝાટકણી કાઢીઃ તેમણે કહ્યું છે કે કોઈ પુરાવા વિના આ પ્રમાણે વાતો કરવી યોગ્ય ન ગણાય

અમદાવાદ,  ભાવનગરના ડમી ઉમેદવાર કાંડને ઉજાગર કરનારો યુવરાજ સિંહ આજે તેમા ફસાઈ ગયો છે. તેની સામે કરોડો રૂપિયાની ખંડણી માગી હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. નોંધનીય છે કે યુવરાજ સિંહે કહ્યું હતું કે આ ડમીકાંડમાં નેતાઓની પણ સંડોવણી છે. Yuvraj, who exposed the dummy scandal, was jailed today: Patil

સમય આવ્યે યુવરાજ પુરાવાઓ સાથે આરોપીના નામ જાહેર કરી શકે છે. જાેતજાેતામાં તેના પોતાના પર રૂપિયાની ખંડણી માગવાનો આક્ષેપ લાગતા કાર્યવાહી થઈ રહી છે. આ દરમિયાન સી.આર.પાટીલે આડકતરી રીતે તેના પર આકરા પ્રહારો કર્યા છે. ચલો એના પર નજર કરીએ.

યુવરાજ સિંહની પોલીસે પૂછપરછ કરી હતી, આ દરમિયાન અધિકારીઓના સવાલોના તે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી હતી. વળી વાઈરલ વીડિયોના પણ તે યોગ્ય ખુલાસા કરી શક્યો નહોતો. આ દરમિયાન હવે યુવરાજે નેતાઓની રહેમનજર હેઠળ આ કૌભાંડ ચાલતુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આને લઈને હવે રાજકારણ ગરમાયું છે.

યુવરાજ સિંહની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે. તેવામાં હવે નેતાઓની સંડોવણીનો મુદ્દે યુવરાજે ઉઠાવ્યો હતો. આને લઈને આડકતરી રીતે સીઆર પાટીલે યુવરાજ સિંહની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું છે કે કોઈપણ પુરાવા વિના આ પ્રમાણે વાતો કરવી યોગ્ય ન ગણાય. સીઆર પાટીલે ત્યારપછી યુવરાજ સિંહ પર નિવેદન આપી આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ અત્યારે ૧ કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં ફસાઈ ચૂક્યો છે.

પાટીલે કહ્યું હતું કે ડમીકાંડની વાતો કરનારો શખસ પોતે સકંજામાં આવી ગયો છે. ડમીકાંડની વાતો કરી નેતાઓના નામ આપવા કરતા પુરાવાઓ રજૂ કરવા પડે.

યુવરાજસિંહે શુક્રવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘પોતે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે અને તેમના તમામ જવાબ આપશે. આવતીકાલે ડમી ઉમેદવાર કાંડમાં મોટા મગરમચ્છો, મંત્રીઓના નામ સાથે ખુલાસો કરીશ.

નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને ક્યાંકને ક્યાંક કટકીઓ પહોંચે છે. મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવા છે. ડિનરની બાબતો, ઓફરની બાબતો વગેરેના ખુલાસો કરીશ. એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય તો, હું જે નામ આપું તે મંત્રીઓ-નેતાઓના નિવેદન લેવાવા જ જાેઈએ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.