Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અરમાન જૈન અને પત્ની અનિસા મલ્હોત્રા પેરેન્ટ્‌સ બની ગયા

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ફરી એકવાર ફોઈ બની

કરીનાનો ફોઈનો દીકરો અરમાન જૈન પિતા બન્યો છે

અરમાન જૈન અને તેની પત્ની અનિસા મલ્હોત્રાના ત્યાં ૨૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ પહેલા સંતાનનો જન્મ થયો છે

મુંબઈ, સ્વર્ગસ્થ એક્ટર ઋષિ કપૂરની બહેન રીમા જૈનનો દીકરો અરમાન જૈન અને પત્ની અનિસા મલ્હોત્રા પેરેન્ટ્‌સ બની ગયા છે. એક્ટર અરમાન જૈન અને તેની આંત્રપ્રેન્યોર વાઈફ અનિસાનું આ પહેલું સંતાન છે. અનિસા મલ્હોત્રાએ ૨૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ દીકરાને જન્મ આપ્યો છે. હાલ સમગ્ર જૈન, કપૂર અને મલ્હોત્રા પરિવારમાં આનંદનો માહોલ છે. કરીના કપૂર અને નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર અરમાન અને અનિસાને અભિનંદન પાઠવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે અનિસા અને અરમાન સાથેની એક તસવીર શેર કરતાં લખ્યું, “મારા ડાર્લિંગ્સ પ્રાઉડ પેરેન્ટ્‌સ બની ગયા છે.” અરમાન જૈનના મામી નીતૂ કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. તેમણે એક કાર્ટૂનનું સ્કેચ શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, “દાદા મનોજ અને દાદી રીમા ઉત્સાહ સાથે જણાવે છે કે તેમના ઘરે પૌત્રનો જન્મ થયો છે.”

 

View this post on Instagram

 

A post shared by Anissa Malhotra Jain (@stylebyanissa)

નીતૂ કપૂરે આ પોસ્ટ શેર કરતાં લખ્યું, “પરિવારમાં નવા સભ્યનું આગમન થવાથી ખૂબ ખુશ છું.”અનિસા મલ્હોત્રા અને અરમાન જૈન ખાસ્સા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ કપલ પેરેન્ટ્‌સ બની ગયા છે. ગત અઠવાડિયે જ અનિસા મલ્હોત્રાએ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેની બહેનપણીઓએ તેના માટે આયોજિત કરેલા બેબી શાવરની ઝલક જાેવા મળે છે. ‘અંડર ધ સી’ થીમ પર બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેબી શાવરમાં અનિસાએ પિંક રંગનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે અરમાને ઓરેન્જ રંગનો શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં અનિસાના પરિવારે તેના સીમંતનું આયોજન કર્યું હતું. પારસી વિધિ પ્રમાણે યોજાયેલા સીમંતમાં અનિસાએ રોયલ બ્લૂ રંગની ગારા સાડી પહેરી હતી. આ સાડી તેની મમ્મીએ તેને ભેટમાં આપી હતી.

આ તરફ અરમાન જૈને સફેદ રંગની ફ્લોરલ પ્રિન્ટેડ શેરવાની પહેરી હતી. જણાવી દઈએ કે, અરમાન જૈને ફિલ્મ ‘લે કર હમ દિવાના દિલ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જાેકે, તેની આ ફિલ્મ ખાસ કમાલ નહોતી કરી શકી. જે બાદ અરમાન ફિલ્મી પડદેથી ગાયબ છે. અરમાન જૈને થોડા વર્ષો પહેલા ‘ધ જંગલી કિચન’ નામે ક્લાઉડ કિચનની શરૂઆત કરી છે.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers