Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જલ્દી જ પેરેન્ટ્‌સ બનવાના છે વિકી અને કેટરિના કૈફ?

દુપટ્ટાથી બેબી બંપ ઢાંકતી દેખાઈ એક્ટ્રેસ કેટરિના કૈફ !

કેટરિનાને જાેઈને તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લાગી રહી છે તેનો વિડીયો જાેઈને લોકો આ અટકળો લગાવી રહ્યા છે

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફે ડિસેમ્બર ૨૦૨૧માં એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. વિકી કૌશલ સાથે કેટરિનાએ લગ્ન કર્યા ત્યારથી કેટલીયવાર તેની પ્રેગ્નેન્સીની અફવા ઉડી ચૂકી છે. શનિવારે કેટરિના કૈફ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને જીજાજી આયુષ શર્મા આયોજિત ઈદ પાર્ટીમાં પહોંચી ત્યારે ફરી એકવાર તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો શરૂ થઈ છે.Vicky Kaushal Katrina Kaif

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

કેટરિના કૈફે ઈદ પાર્ટીના વેન્યૂ પર મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. એ દરમિયાનનો તેનો વિડીયો જાેઈને લોકો અટકળો લગાવી રહ્યા છે કે, તે પ્રેગ્નેન્ટ છે.અર્પિતા ખાન અને આયુષ શર્માની ઈદ પાર્ટીમાં કેટરિના કૈફ વ્હાઈટ રંગનો ખુલ્લો અનારકલી ડ્રેસ પહેરીને આવી હતી. આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપી રહી હતી ત્યારે તે દુપટ્ટાને સંભાળતી જાેવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

સાથે જ તેનો હાથ વારંવાર પેટ આગળ જઈ રહ્યો હતો. તેણે દુપટ્ટાથી પેટ છુપાવવાની કોશિશ પણ કરી હતી. જેથી લોકો અટકળો લગાવવા લાગ્યા કે કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ છે અને બેબી બંપ ઢાંકવાની કોશિશ કરી રહી છે.આ વિડીયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું, “શું તે પ્રેગ્નેન્ટ છે? આજકાલ તે જિમમાં પણ નથી દેખાતી અને તેનું વજન પણ વધી ગયું છે.

હાલ તે કોઈ ફિલ્મનું શૂટિંગ પણ નથી કરી રહી.” બીજા એક યૂઝરે આ વાતમાં હામી ભરતાં કહ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ લાગી રહી છે. જાેકે, પહેલા પણ આવી અટકળો લાગી ચૂકી છે પરંતુ સાચી પડી નથી. આ તરફ કેટરિના કૈફ પોતાની સુંદર તસવીરો શેર કરતાં ફેન્સને ઈદની શુભકામના આપી હતી.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers