Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“Singham Again” માં અજય દેવગણ સાથે દેખાશે દિપીકા

આવતા વર્ષે રિલીઝ થનારી Singham Again માં હવે દિપીકા પાદુકોણની એન્ટ્રી

રોહિત શેટ્ટીએ લગાવી મહોર

નિર્દેશક રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર સિંઘમ ૩માં અજય દેવગણ સાથે દેખાશે દિપીકા

મુંબઈ, ફિલ્મ અભિનેતા અજય દેવગણ ફરી એક વાર બાજીરાવ સિંઘમ બનીને ગુંડાની ધોલાઈ કરતા જાેવા મળશે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સિંઘમ ૩ની, જેની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર, નિર્દેશક રોહિત શેટ્ટીની આ એક્શન ફિલ્મ આવતા વર્ષે થિએટર્સમાં રિલીઝ થશે. બીજી તરફ મોટા સમાચાર એ મળી રહ્યા છે કે, સિંઘમ ૩માં અભિનેત્રી દિપીકા પાદુકોણની પણ એન્ટ્રી થઈ છે. Singham Again Rohit shetty Deepika Padukone Ajay Devgn

મળતી માહિતી અનુસાર, રોહિત શેટ્ટીની ફિલ્મ Singham Again સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ ૨૦૨૪) પર રિલીઝ થશે. આ રોહિતની સુપર સક્સેસફૂલ ફ્રેન્ચાઈઝી સિંઘમનો ત્રીજાે ભાગ હશે. જાેકે, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. જાેકે, આ વખતે દર્શકોને સિંઘમ ૩ ફિલ્મ જાેવામાં એક અલગ જ અનુભવ મળશે. કારણ કે, અભિનેતા અજય દેવગણ સાથે અભિનેત્રી દિપીકા પાદુકોણ જાેવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

રોહિત શેટ્ટીએ સર્કસ ફિલ્મની એક ઈવેન્ટમાં જ જાહેરાત કરી હતી કે, દિપીકા લેડી સિંઘમ બનશે. તે પોલીસની વર્દીમાં ફિલ્મી પડદે એક્શન કરતી જાેવા મળશે.જાેકે, અત્યારે અજય દેવગણની ફિલ્મ ભોલા સિનેમાઘરોમાં જાેવા મળી રહી છે. ત્યારબાદ તેઓ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્‌સ ડ્રામા ફિલ્મ મેદાનમાં કોચ સૈયદ અબ્દુલ રહીમના પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મ ૨૩ જૂન ૨૦૨૩એ થિએટર્સમાં રિલીઝ થશે.

બીજી તરફ અભિનેત્રી દિપીકા પાદુકોણ અત્યારે અનેક પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત છે. તે ઋતિક રોશન સાથે ફાઈટર ફિલ્મમાં જાેવા મળશે, જેને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે.સાથે જ તે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં એક સ્પેશિયલ સોન્ગમાં પણ જાેવા મળશે. ઉપરાંત દિપીકા પાસે પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથેની ‘પ્રોજેક્ટ કે’ પણ છે.

મહત્વનું છે કે, સિંઘમ ૧, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા અને સૂર્યવંશી ફિલ્મ દર્શકોને ખૂબ જ મજા કરાવી હતી. ત્યારે હવે રોહિત શેટ્ટીએ સિંઘમ ૩ ફિલ્મની જાહેરાત કરતા દર્શકો હવે તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. સાથે જ આ ફિલ્મમાં અજય દેવગણ અને દિપીકા પાદુકોણ પણ પહેલી વખત એકસાથે જાેવા મળશે. એટલું જ નહીં ફિલ્મમાં દર્શકોને પણ એક નવો અનુભવ મળશે તે નક્કી છે.ss1

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers