Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાટીદાર સમાજને વીઘા જમીનો છે, પણ પરણવા માટે કન્યા નથી

પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી

સમાજની આત્મચિંતન શિબિરમાં ર્નિણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે

અમદાવાદ, ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો ર્નિણય લેવાયો છે. All Patidar Samaj in Gujarat

આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં ર્નિણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે.આણંદના ભાલેજ ખાતે મળેલી ચિંતન શિબિરમાં જુદા જુદા ૩૦ સમાજના ૧૨૫ જેટલા અગ્રણીઓ આવ્યા હતા. આ તમામ અગ્રણીઓએ એકમતે નક્કી કર્યું કે, મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે.

આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે, તેમની સાથે સંબંધ કેળવવામા આવશે. ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે ર્નિણય લીધો છે.આ માટે એક સંપર્ક ટીમ બનાવી છીએ. જે અલગ અલગ રાજ્યોમાં સંપર્ક કરીને ત્યાં વસતા પાટીદારોના આગેવાનોને મળીને ત્યાંની દીકરી-દીકરા સાથે સંપર્ક કરશે. આ ર્નિણય માટે તમામ લોકોએ સહમતી સાધી છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં ૪૦ યુવતીઓ હાજર રહી હતી. જેની સામે ૫૦૦ યુવકો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા નથી જળવાઈ. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્નથી વંચિત રહ્યા છે.

આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં ૭૫૦ કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે. ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે.

તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાટીદાર કુર્મી મહાસભા દ્વારા જે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી ૪૦ યુવતીઓ હાજર રહી હતી.ss1

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers