Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સૌરાષ્ટ્ર યુનિ.ને મળ્યો ઓલ ઇન્ડિયા વુડબોલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ

પ્રથમ વખત ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા જાેડાઈ

સુરેન્દ્રનગરની સી.યુ શાહ કોમર્સ કોલેજની એસ.વાય બી.કોમની વિદ્યાર્થીની અંશુએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ શૂટિંગ ચેમ્પિયનમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ટુર્નામેન્ટમાં સિલ્વર અને બ્રોન્સ મેડલ મેળવી ચૂકી છે ત્યારે આ વખતે વુડબોલને ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાની સિંગલ ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના કોલેજની વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. saurashtra university silver medal in all india woodball tournament

જયપુર ખાતે સુરેશ જ્ઞાનવિહાર વિશ્વવિદ્યાલયમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોલીબોલ મેન વુમન ટુર્નામેન્ટની તારીખ ૧ માર્ચ ૨૦૨૩થી ૬ માર્ચ ૨૦૨૩ સુધી ૫૪ યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ભાઈઓની સંખ્યા ૧૬ અને બહેનોની સંખ્યા ૧૧ એમ કુલ ૨૭ વિધાર્થીઓએ વુડબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

સૌરાષ્ટ યુનિવર્સિટી પ્રથમ વખત ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા જાેડાઈ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની રાષ્ટ્રીય સ્થળ જળહળીને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું. સુરેન્દ્રનગરની સી.યુ શાહ કોમર્સ કોલેજની એસ.વાય બી.કોમની વિદ્યાર્થીની અંશુ અરવિંદભાઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે.

વુડબોલએ એક રમત છે.જેમાં બોલને દરવાજામાંથી પસાર કરવા માટે મેલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ રમત ઘાસ, રેતી અથવા ઘરની અંદર રમી શકાય છે. આ રમત એશિયન બીચ ગેમ્સના કાર્યક્રમમાં સામેલ છે અને આ રમતને વર્ષ ૨૦૦૮માં સામેલ કરવામાં આવી હતી.

જયપુરની સુરેશ જ્ઞાનવિહાર વિશ્વવિદ્યાલયમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની વુડબોલ સ્પર્ધા ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સુરેન્દ્રનગરની સી.યુ શાહ કોમર્સ કોલેજની એસ.વાય બી.કોમની વિદ્યાર્થીની અંશુ અરવિંદભાઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ ધોરણ ૯માં અભ્યાસ કરતી ત્યારથી જ વુડબોલ ગેમ રમતી હતી, જાેકે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા વખતે વુડબોલગેમ છોડી દીધી હતી પરંતુ ફરીથી કોલેજમાં આવતા સાથે વુડબોલ ગેમની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ સિલ્વર મેડલ મેળવ્યો છે.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers