Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કન્યાએ લગ્ન પતાવી ટેટ-૨ની પરીક્ષા આપી, પતિએ માંડવે જ રાહ જાેઇ

ઠાકોર સમાજનો ઉદાહરણરૂપ કિસ્સો

ઠાકોર નૈના  મહેન્દ્રસિંહે Bsc , B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે: નૈના ના લગ્ન અને પરીક્ષા એક દિવસે જ હતા

મહેસાણા,રાજ્યભરમાં રવિવારે ટેટ-૨ની પરીક્ષા લેવાઇ હતી. મહેસાણાના ખેરાલુની દીકરીની એક પ્રેરણાત્મક વાત સામે આવી છે. આ દીકરીના લગ્ન સવારે થયા હતા. તે બાદ તેણે ટેટ-૨ની પરીક્ષા આપી હતી અને પછી તેની વિદાય કરવામાં આવી હતી. આ સમાજે છોકરીઓના વિકાસમાં ભાગીદાર બનવા માટે અનોખી પહેલ કરી છે. કન્યાના પતિ સહિત સાસરીપક્ષે પણ કન્યા પરીક્ષા આપીને આવે ત્યાં સુધી તેની માંડવામાં જ રાહ જાેઇ હતી. goodinitiative mahesana thakor samaj girl tet 2 exam and marriage

આ કિસ્સાને તે ગામના લોકો અને રાજ્યભરના લોકો બિરદાવી રહ્યા છે.ઠાકોર નૈના મહેન્દ્રસિંહે Bsc,B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. નૈનાના લગ્ન અને પરીક્ષા એક દિવસે જ હતા. જાેકે, પરિવાર અને સમાજના સહકાર સાથે સવારે કન્યાના લગ્ન કરાવાયા હતા. જે બાદ તેને પરીક્ષા માટે મોકલાઈ હતી.

લગ્નના માંડવેથી કન્યાને ખેરાલુથી અમદાવાદ પરીક્ષા માટે મોકલાઈ હતી.આ અનોખી પહેલા અંગે કન્યા નયનાબેને જણાવ્યું કે, આજે મારી અમદાવાદમાં ટેટ ૨નું ગણિત-વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હતું. આજે મારે બે પરીક્ષા હોય તેવું લાગતું હતુ, એક જીવનની અને એક હું ભણી છું એની પરીક્ષા.

આ બંને પરીક્ષા આપવામાં હું સફળ થઇ છું. તેથી હું આજે ખુશ છું. અમારા સમાજની દીકરીઓને હું કહેવા માંગીશ કે, તે પોતાનો અભ્યાસ પુરો કરે અને આગળ વધે. આ પરીક્ષા આપવામાં મને મારી ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે હોય છે.આ અંગે યુવતીના પિતાએ જણાવ્યું કે, ‘અમે નૈનાના લગ્નનું મૂહુર્ત ટેટની તારીખ આવે તે પહેલા જ કઢાવી લીધું હતું. આ પરીક્ષાનો કોલલેટર અઠવાડિયા પહેલા જ નીકળ્યો હતો.

નૈના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંન્ને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન પણ થઈ જાય અને પરીક્ષા પણ આપી શકે તેવું આયોજન કર્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે, અમારી છોકરી ભણવામાં પહેલાથી જ ખૂબ જ હોશિયાર હતી. તેણે Bsc , B.Ed માં સારી ટકાવારી પણ લાવેલી છે.

ત્યારે તેને ટેટ-૨ પરીક્ષા અપાવવી ખૂબ જરૂરી હતી જેને લઈ પહેલા લગ્નનવિધિ પતાવીને પરીક્ષા આપવા માટે મોકલી દીધી હતી અને પરીક્ષા આપ્યા બાદ તેને વિદાય અપાઈ હતી.’આ અંગે નયનાના માતા જશોદાબેને જણાવ્યુ કે, ‘મારી દીકરીએ પરીક્ષા આપી તે સારું કહેવાય નહીં તો બધાને એમ હોય કે, મારા લગ્ન છે એટલે પરીક્ષા નહીં આપું. પરીક્ષા આપી તે ઘણું મહત્ત્વનું છે.’ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers