સરદારનગરમાં બાઈક પર જતી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે તસ્કરો અને લુંટારુઓનો આંતક વધી રહયો છે શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાં લુંટારુઓ અને ચીલઝડપ કરતી ટોળકીઓ લુંટફાટ કરીને પલાયન થઈ જાય છે. શહેરના સરદારનગર વિસ્તારમાં પણ ગઈકાલે ચેઈન સ્નેચરો ત્રાટક્યા હતા અને એકિટવા પર જઈ રહેલી એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી લુંટારુઓ ફરાર થઈ જતાં ભારે સનસનાટી મચી ગઈ છે. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા
આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચેઈન સ્નેચરોનો આંતક ખૂબ જ વધી ગયો છે. ગુનાખોરી અટકાવવા માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે પરંતુ આ કેમેરા શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવુ લાગી રહયું છે. સામાન્ય નાગરિકોની ચોરી અને લંટફાટની ઘટનાઓમાં પોલીસ દ્વારા માત્ર ફરિયાદ લઈ સંતોષ માનવામાં આવતો હોય તેવો આક્ષેપ પણ હવે થવા લાગ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે ચેઈન સ્નેચરો ત્રાટક્યા હતા. સરદારનગર બી વોર્ડ કુબેરનગરમાં રહેતી કોમલબહેન સુરેશભાઈ નામની મહિલા રાત્રિના ૯.૦૦ વાગ્યાની આસપાસ કુબેરનગર બંગલા એરિયા સુખરામ દરબારની આગળ રોડ પરથી એÂક્ટવા ચલાવીને પસાર થઈ રહયા હતા.
કોમલબહેન પોતાના એક્ટિવા પર જઈ રહયા હતા
ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવી રહયા હતાં કોમલબહેન કશું સમજે તે પહેલાં જ એક શખ્સે કોમલબહેનના ગળામાંથી સોનાની ચેઈન તોડી લીધી હતી અચાનક જ આ ઘટના ઘટતા કોમલબહેન ગભરાઈ ગયા હતાં અને સાઈડમાં ઉભા રહી ગયા હતા આ દરમિયાનમાં બંને લુંટારુઓ બાઈક પર ફરાર થઈ ગયા હતાં. કોમલબહેને બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ જતાં ભારે હોબાળો મચી ગયો હતો આ અંગે કોમલબહેને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.