Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લગ્ન પ્રસંગે જતી વખતે જ ગાડીની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો અકસ્માત

દાહોદ, દાહોદમાં લગ્ન પ્રસંગે જતી વખતે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના જગોલા ગામેથી લગ્ન પ્રસંગે જતી વખતે અકસ્માત સર્જ્‌યો હતો. સકવાડા ગામે સાંજના સમયે તૂફાન ગાડી કૂવામાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. જગોલાથી કરમેલ જતી વખતે સકવાડા ગામે કૂવામાં તૂફાન ગાડી ખાબકી હતી.

ગાડીનો બ્રેક ફેલ થયો હોવાનો પ્રાથમિક માહિતી મળી રહી છે. કૂવામાં ગાડી ખબકતા ડ્રાઈવર સહિત ગાડીમાં સવાર પેસેન્જર્સને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ૧૬ લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાંચ મહિનાની બાળકીનું મોત નિપજ્યું હતું.

ઘટનાને પગલે અફરાતફરીના દ્વશ્યો સર્જાયા હતા, જ્યારે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તથા ૧૦૮ની ટીમને જાણ કરી હતી. અકસ્માતને પગલે તંત્ર દોડતું થયું હતું અને કૂવામાં ખાબકેલા લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, લગ્ન પ્રસંગે જતી વખતે જ ગાડીનો બ્રેક ફેલ થઇ ગયો હતો, જેના પગલે બેકાબૂ બનેલી ગાડી કૂવામાં ખાબકી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers