Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શાળામાં ભણતી દિકરીઓને બોયફ્રેન્ડ સાથે મોકલતાં પહેલા ચેતી જજો

9 માં ધોરણની બે સગીરાઓ સાથે દુષ્કર્મ, એક ૭ મહિનાની ગર્ભવતી-એ-ડિવિઝન પોલીસે બળાત્કાર પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસીની કલમ ૧૩, ૩૬૩ (૩૭૬) હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ,  શહેર પોલીસમાં નોંધાયેલી અલગ અલગ ફરિયાદોમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી બે છોકરીઓ પર તેમના ઓળખીતા લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની એક છોકરી પર તેના બોયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હતો, જેણે તેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી હતી. Be careful before sending school-going girls with boyfriends

એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સગીરાની આરોપી સાથે મિત્રતા થઈ ગઈ હતી ત્યાર બાદ તે અવારનવાર તેની સાથે ફરવા જતી હતી. જૂન ૨૦૨૨માં, આરોપી તેને તેના ટુ-વ્હીલર પર લઈ ગયો હતો, એમ કહીને કે તેઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈ રહ્યા છે.

જાેકે, તે તેને એક રૂમમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેની કેટલીક વાંધાજનક તસવીરો પણ રેકોર્ડ કરી હતી. ત્યાર બાદ યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ તે તેનો પીછો કરતો રહ્યો હતો.

જ્યારે પણ તે બહાર જતી ત્યારે તેની પાછળ પાછળ જતો હતો અને ધમકી આપતો હતો કે જાે તે આ સંબંધ ચાલુ નહીં રાખે તો ફોટોગ્રાફ્સ વાયરલ કરી દેશે. તેણે ૧૩ એપ્રિલે તેને એક અલગ સ્થળે જાેઈને તેના પર બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો. જાતીય હુમલોથી સગીરાને આઘાત લાગ્યો હતો અને આખરે ન રહેવાતા તેણે માતાની સાચી વાત કરી હતી.

એ-ડિવિઝન પોલીસે બળાત્કાર પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસીની કલમ ૧૩ અને ૩૬૩ (૩૭૬) હેઠળ ગુનો નોંધ્યો હતો.

રાજકોટના થોરાળમાં બીજાે એક રેપનો બનાવ બન્યો છે જેમાં ધો.૯માં અભ્યાસ કરતી એક સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાના આરોપસર થોરાળા પોલીસે ૨૫ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જ્યારે છોકરીનું માસિક ન આવ્યું ત્યારે માતાને શંકા પડી હતી અને તેને ડોક્ટર પાસે લઈ જતાં તે ગર્ભવતી હોવાનું સાબિત થયું હતું.

સગીરા સાત મહિનાની ગર્ભવતી છે. સગીરા અને આરોપી વચ્ચે દોસ્તી હતી અને આનો લાભ લઈને આરોપીએ તેની સાથે ઘણી વાર રેપ કર્યો હતો. પરિવારે તેની સગાઇ નક્કી કરી છે પરંતુ આરોપીએ ધમકી આપી હતી કે જાે તે તેમને કંઇ પણ જાહેર કરશે તો તેના ભાઇને જાનથી મારી નાખશે અને તે તેની નગ્ન તસવીરો વાયરલ કરી દેશે. આરોપીની ધમકીથી ડરીને સગીરાએ તેની પ્રેગનન્સ છુપાવી હતી પરંતુ ડોક્ટરોએ તેની પ્રેગનન્સ જાહેર કરી દીધી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers