Western Times News

Gujarati News

આગામી પાંચ દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે

ભેજવાળી હવાને કારણે રાજ્યમાં વાદળો બંધાવવાની શરૂઆત થઇ ગઇ છે, જ્યાં વરસાદ થશે ત્યાં વીજળી પણ થઇ શકે છે 

અમદાવાદ,  વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી પાંચ દિવસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. There will be unseasonal rain with heavy winds for the next five days

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે પવન ફૂંકાવાની આશંકા દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મંગળવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૨ ડિગ્રી નોંધાઇ હતી. આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. કારણ કે, ભેજવાળી હવાને કારણે રાજ્યમાં વાદળો બંધાવવાની શરૂઆત થઇ ગઇ છે. જ્યાં વરસાદ થશે ત્યાં વીજળી પણ થઇ શકે છે.

કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી, ડાંગના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે.

૨૭મી તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.૨૮મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દેવભૂમિ દ્‌નારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

૨૯મી તારીખે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત, દાહોદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

૩૦મી તારીખે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરના અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.