Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવતીએ મીઠી મીઠી વાતો કરી યુવકનો ન્યૂડ વીડિયો બનાવી 1 લાખ ગુમાવ્યા

અમદાવાદમાં ફરી એક યુવક હની ટ્રેપમાં ફસાયો

યુવતીએ મીઠી મીઠી વાતો કરી યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને રૂપિયા નહીં આપે તો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી

અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં વારંવાર પોલીસ અને સાઈબર ક્રાઈમના અધિકારીઓ દ્વારા લોકોને છેતરપિંડીથી બચવા માટે સલાહ આપવામાં આવે છે. આમ છતાં આ પ્રકારના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. The girl made a nude video of the young man talking sweetly and lost 1 lakh

શહેરના બોપલમાં રહેતા યુવકે રૂપાળી અને અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ જાેઈને તરત સ્વીકારી લીધા બાદ એક લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીએ મીઠી મીઠી વાતો કરી યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને રૂપિયા નહીં આપે તો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી.

અમદાવાદનાં શીલજમાં રહેતા વિરાજે બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણી યુવતી સહિત ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિરાજ ઇન્ટિરિઅલ ડિઝાઇનિંગનું કામકાજ કરે છે. થોડા દિવસ પહેલાં વિરાજને ફેસબુકમાં એક પાયલ શર્મા નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.

આ રિકવેસ્ટ વિરાજે એક્સેપ્ટ કરી અને પછી બંને વાત કરવા લાગ્યા ધીરે ધીરે કરતાં પાયલે વિરાજનો એટલો બધો વિશ્વાસ જીતી લીધો કે, આ વિરાજ તેના પર આંખ બંધ કરી વિશ્વાસ કરવા લાગ્યો. આ બાદ વિરાજે પાયલને વોટ્‌સએપ નંબર આપ્યો જે પછી બંને વોટ્‌સએપ પર વાતો કરવા લાગ્યા.

પાયલે વિરાજને કહ્યું રાતે વિડીયો કોલ કરજે. પાયલે વિરાજનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી દીધો હતો અને ફક્ત ૧૦ સેકેંડમાં જ વીડિયો કોલ કટ કરી નાખ્યો હતો. વીડિયો કોલ પૂરો થયા બાદ પાયલે વિરાજને ન્યૂડ વીડિયો મોકલ્યો હતો.

આ તરફ વીડિયો કોલ પૂરો થયા બાદ પાયલ વિરાજને બ્લેકમેઈલ કરવા લાગી અને આ વીડિયો તે સોશિયલ મીડિયા પર ફરતો કરી દેશે તેવી ધમકી આપવા લાગી અને રૂપિયાની માગ કરવા લાગી હતી. વિરાજે પાયલને ટુકડે ટુકડે રૂપિયા આપ્યા હતા. વિરાજે કહ્યું હતું કે, તારો વીડિયો અન્ય મિત્રોને મોકલીશ તેમ કહીને ફરી રૂપિયા માગ્યા હતા.

વિરાજે યુવતીની જાળમાં ફસાઈને એક લાખ રૂપિયા પાયલ અને તેના સાગરીતોને આપી દીધા હતા. વિગતો મુજબ આટલા રૂપિયા આપવા છતાં પાયલ વિરાજને ફરીથી કોલ કરી રૂપિયાની વધુ માગ કરતી હતી. આથી વિરાજે તરત જ બોપલ પોલીસ સ્ટેશનમાં પાયલ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers