Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પેંગ્વિન વિશે અવનવી માહિતી જોઈતી હોય તો પહોંચી જાવ આ સ્થળે

ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ પેંગ્વિન દિવસની થઈ ઉજવણી-સાયન્સ સિટીના કર્મચારીઓએ મુલાકાતીઓને પેંગ્વિન વિશે અવનવી માહિતી આપી હતી

અમદાવાદ,  પેંગ્વિન એકદમ શાંતિપ્રિય ગણાય છે ત્યારે સાયન્સ સિટી ખાતે ૨૫એપ્રિલના રોજ વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. If you want the latest information about penguins, visit this place

આ નિમિત્તે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટીમાં પેંગ્વિનને નિહાળવા પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનને નિહાળીને મજા માણી હતી. સાયન્સ સિટીના કર્મચારીઓએ મુલાકાતીઓને પેંગ્વિન વિશે અવનવી માહિતી આપી હતી.

મુલાકાતીઓએ જણાવ્યું કે અન્ય પ્રાણી સંગ્રહાલયમાં જાેવા ન મળતાં પેંગ્વિન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં જાેઈને તેમને આનંદ થયો. સાથે સાથે દેશવિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ પણ તેમણે જાેઈ. ખાસ કરીને બાળકોને પેંગ્વિનને જાેઈને મજા પડી ગઈ. બાળકો પેંગ્વિન સાથે રમત કરતા જાેવા મળ્યા.

આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. પાંચેય પેંગ્વિને ગુજરાત સાયન્સ સિટીની સુંદર અને શાંત એક્વેટિક ગેલેરીમાં ખુશીથી અનુકૂલન સાધી લીધું છે. પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેંગ્વિનની હેલ્થ પર નજર રાખવા માટે તેમને ટેગ નંબર પણ આપવામાં આવ્યા છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે અવનવા આકર્ષણો છે તેમાં એક્વેટિક ગેલેરીમાં ૬ ફુટ લાંબી ૩ લેમન શાર્કનો સમાવેશ કરીને નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ગુજરાત સાયન્સ સીટીમાં ૬ ફુટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. આ શાર્કને એકવેટિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સર્વશ્રેષ્ઠ એકવેટિક ગેલેરી આવેલી છે. આ ગેલેરી ૧૫,૦૦૦ સ્કેવર મીટરના વિસ્તારમાં પથરાયેલ અધતન ગેલેરી છે, જે ૨૮ મીટર લાંબી વોકવે ટનલ અને વિશાળ સમુદ્રીગૃહ દ્વારા નવીન અને યાદગાર અનુભવ સાથે દરિયાઈ જીવસૃષ્ટિ અને જળજીવોને જાણવા અને માણવાની તક આપે છે. આ માત્ર દેશનું જ નહીં પરંતુ એશિયાના ટોચના એકવેરિયમો માનું એક છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers