Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રોમમાં ગ્રીન ગાઉન પહેરી પ્રિયંકા ચોપરા થઇ રોમેન્ટિક

મુંબઈ, પ્રિયંકા ચોપરા હાલ તેની આગામી સીરિઝ સિટાડેલનું જાેરશોરથી લંડન અને રોમમાં પ્રમોશન કરી રહી છે. પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા પર નિક સાથે કેટલીક તસવીરો શૅર કરી છે જે જાેઇને તમે પણ વખાણ કર્યા વગર નહીં રહી શકો. આ ફોટોગ્રાફ્સમાં પ્રિયંકાના આઉટફિટ્‌સ અને નિક સાથે રોમાન્ટિક પોઝ જાેવાલાયક છે.

વેબ સીરિઝ Citadelના ઇટાલિયન સ્ક્રિનિંગ માટે રોમ પહોંચેલી પ્રિયંકા ચોપરા અત્યંત ગોર્જિયસ લૂકમાં તૈયાર થઇ હતી. તેણે ઇવેન્ટમાં પહોંચતા અગાઉ પતિ નિક જાેનાસ સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે.

પીસીએ આ વખતે પોતાના માટે ગ્રીન કલરનું મેક્સી લેન્થ ગાઉન પસંદ કર્યુ હતું. જે તેણે લક્ઝરી લેબલ Valentinoથી લીધું હતું. તેમાં ફ્રન્ટ પર આપેલી પ્લન્જિંગ નેકલાઇન ટીઝીંગ ઇફેક્ટ ક્રિએટ કરી રહી છે. તો વળી રોબ અને ફેધર ડિટેલ ડ્રામા એડ કરી રહી છે.

પ્રિયંકાએ તેના લૂકમાં બ્લિંગ એલિમેન્ટ એડ કરવા માટે હીરા અને પન્ના જડિત નેકલેસ અને ઇયરિંગ્સ પહેર્યા હતા. એક્ટ્રેસે પોતાના લૂકને હાઇ પોનીટેલ, કાજલ અને આઇલાઇનરથી કમ્પલિટ કર્યો છે. પોતાની વાઇફને સપોર્ટ કરવા આવેલો નિક જાેનાસ પણ એકદમ હેન્ડસમ અને સુપર ડેશિંગ લૂકમાં તૈયાર થયો હતો. ટક્સ લવર આ અમેરિકન પોપ સિંગરે બ્લૂ કલરનો સૂટ સેટ પસંદ કર્યો હતો. જેની સાથે પર્પલ કલરનું ક્લાસિક કોલાર્ડ શર્ટ પૅર કર્યુ હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers