Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રેગનેન્ટ છે કેટરિના કૈફ, વારંવાર દુપટ્ટાથી છુપાવ્યો બેબી બંપ

મુંબઈ, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન આ દિવસોમાં તેની ઈદ પાર્ટીને લઈને ચર્ચામાં છે. અર્પિતા ખાન ખાનની ઈદ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહી છે.

અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે આયોજિત પાર્ટીમાં સલમાન, કાર્તિક આર્યન સહિત બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ જાેવા મળ્યા હતા. આ પાર્ટી દરમિયાન સલમાન ખાન બ્લેક અટાયરમાં જાેવા મળ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે જ સમયે કેટરીના કૈફ પણ પાર્ટીમાં પહોંચી હતી.

આ દરમિયાન કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટરિનાનો આ વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર એક્ટ્રેસની પ્રેગ્નન્સીની અફવા ઉડવા લાગી છે. તેનો વિડિયો જાેઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે તે દુપટ્ટા અને હાથ વડે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

હકકીત કેટરીના કૈફ હાલમાં જ અર્પિતા ખાન અને આયુષ શર્માની ઈદ પાર્ટીમાં પહોંચી હતી. પાર્ટીમાં તે વ્હાઇટ લૂઝ-ફિટિંગ અનારકલી સૂટમાં જાેવા મળી હતી. આ સાથે તેણે સ્કાર્ફ અને શૂઝ પણ પહેર્યા છે. આ દરમિયાન તેણે દુપટ્ટો પોતાના પેટ પાસે રાખ્યો હતો. ઉપરાંત, તેનો હાથ પણ મોટાભાગે તેના પેટ પર હતો.

આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસે પાપારાઝીની સામે પોઝ આપ્યો. આ દરમિયાન તે દુપટ્ટો સંભાળી રહી હતી અને તેનો હાથ મોટાભાગે તેના પેટ પર હતો. તેવામાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર એક્ટ્રેસ પ્રેગનેન્ટ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટરિના કૈફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું તે પ્રેગનેન્ટ છે? રૌનક નામના યુઝરે લખ્યું કે તે પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે.

એક યુઝરે લખ્યું કે શું તે પ્રેગનેન્ટ છે? રવિ નામના યૂઝરે લખ્યું કે લોકો કહી રહ્યા છે કે તે પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે પરંતુ તે સાચું નથી અને શા માટે બધા માત્ર પરિણીત મહિલાઓના પેટ તરફ જ જુએ છે. તે જ સમયે, પાર્ટીમાં એકલા પહોંચતા જ કેટલાક લોકોએ સવાલ પૂછવા માંડ્યા કે વિકી ક્યાં છે? શું બંને છૂટાછેડા લઈ રહ્યા છે? યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે તે તેના છૂટાછેડાનો સંકેત છે કે તે એકલા પાર્ટીમાં હાજરી આપી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers