Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પનામાની મુલાકાતે પહોંચેલા એસ.જયશંકરે પાકિસ્તાનને ફરી ઝાટકયું

આતંકી ટ્રેનિંગ આપતા દેશ સાથે કેવી રીતે સંબંધ રાખીએ ? જયશંકર

(એજન્સી)નવીદિલ્હી, પનામાના બે દિવસના પ્રવાસે પહોચેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે પડોશી દેશ પાકિસ્તાન પર ફરી એકવાર શાબ્દીક પ્રહારો કરતા તેને આતંકવાદને પોષનારો દેશ ગણગાવ્યો છે. તેમણે કહયું કે ભારત માટે પોતાની વિરૂધ્ધ આતંકવાદને ઉત્તેજન આપતા પડોશી દેશ સાથે સંબધ રાખવા ખુબ મુશ્કેલ છે.

તેમણે પનામા સીટી ખાતે પનામાના વિદેશમંત્રી સાથે જાેઈન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ ટીપ્પણી કરી. પ્રેસ કોન્ફરન્સ બાદ બંને વચ્ચે આરોગ્ય અને વ્યાપાર સહીત ઘણા દ્વિપક્ષી મુદા અંગે પણ ચર્ચા થઈ હતી.

જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર કટાક્ષ કરતા કહયું કે લાખ પ્રયાસો છતાં તે દેશ સરહદ પરથી આંતકી પ્રવૃત્તિઓને અંજામ આપવાનું બંધ નથી કરતો. ઉલટાનું આતંકવાદને પ્રાયોજીત અને પ્રોત્સાહીત કરવા પોતાની કટીબદ્ધતા વ્યકત કરતું રહે છે.

અમે આ વાત હંમેશાં દોહરાવતા રહીશું અને આશા છે કે, એક દિવસ તે સ્થિતીમાં પહોચીશું જયશંકરેશ ભારત-લેટીન અમેરીકી બીઝનેસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો અને ભારત-પનામા વ્યાપાર સહયોગ અંગે વિશેષ ભાષણ પણ આપ્યું હતું.

પનામાની જયશંકર કોલંબીયાના પ્રવાસે જશે. જયાં તેઓ સરકાર, વ્યાપાર અને નાગરીક સમાજના ટોચના ઘણા પ્રતીનીધીઓ સાથે મુલાકાત પણ કરશે. વિદેશમંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ જયશંકરશનો કોલંબીયાનો પ્રવાસ ભારત તરફથી વિદેશમંત્રી સ્તરનો પહેલો પ્રવાસ હશે.

જયશંકર અને કોલંબીયાના તેમના સમક્ષ અલ્વારો લેવા ડુરાન દ્વિપક્ષી સંબોધોની સમીક્ષા કરશે. કોલંબીયાથી જયશંકરશ ડોમીનીકત રશીપબ્લીક જશે. ૧૯૯૯માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારત તરફથી ડોમીનીકન રીપબ્લીકનો આ ઉચ્ચતમ સ્તરનો પ્રવાસ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers