Western Times News

Gujarati News

ગુજરાતમાં નયારા એનર્જીની જળ સંસાધન વ્યવસ્થાપન પહેલ

મુંબઈ, આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ગુજરાતમાં તેની વાડીનાર રિફાઈનરીની આસપાસના સમુદાયોમાં ટકાઉ વૃધ્ધિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

તેના જળ સંસાધન વ્યવસ્થાપન અને ટકાઉ આજીવિકા પ્રોજેકટ ધ્વારા નયારા એનર્જીએ જામનગરના અર્ધ-શુલ્ક ઝોનમાં આવેલા ૧પથી વધુ દરિયાકાંઠાના ગામોમાં પાણીની અછતના મુદ્દાનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે, જયાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ છે. આ પ્રોજેકટે કૃષિ વિકાસને આગળ ધપાવવા અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

એકિવફર રિચાર્જ, ફાર્મે બંડિંગ, પોન્ડ ડી-સિલ્ટિંગ અને ઉંડા કરવા જેવી અનેક પહેલથી પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, ગામડાની અકંદર પાણી સંગ્રહ ક્ષમતામાં ૧૭.૯ર મિલિયન ક્યુબિક મીટરનો વધારો થયો છે જે ૭,૧૬૮ ઓલિમ્પિકન્દકદના સ્વિમિંગ પુલની સમકક્ષ છે. આ વિસ્તરણને કારણે પિયત વિસ્તાર વધીને ૪,૪૭૦ હેકટર થયો છે, જે સ્થાનિક ખેડૂતોને આજીવિકા માટે ખૂબ જ જરૂરી આધાર પૂરો પાડે છે.

સફળતા અંગે ટિપ્પણી કરતાં નયારા એનર્જીના પ્રેસિડેન્ટ-પબ્લિક અફેર્સ શ્રી દીપક અરોરાએ જણાવ્યું હતું કે, “અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તે માટે ટકાઉ અને લાંબા ગાળાના મુલ્યનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી જળ સંસાધન વિકાસ પહેલ આ મશિન માટે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

અમને ગુજરાતના ખેડૂતોના જીવન પર સકારાત્મક અસર કરવા બદલ ગર્વ છે અને અમે ટકાઉ આજીવિકા અને સંકલિત ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપતી પહેલમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું.”

નવા બનેલા ચેકડેમે આસપાસના કૂવામાં પાણીનું સ્તર ૪-પ મીટરથી ર૦ મીટર સુધી વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ડેમના ઉપરવાસમાં આવેલા સામુદાયિક બોરવેલના વિકાસથી ભૂગર્ભજળ રિચાર્જ થયું છે, ટોટલ ડિસોલ્વ્ડ સોલીડસ (ટીડીએસ)માં ઘટાડો થયો છે,

જેના કારણે ઘરગથ્થુ વપરાશ અને સિંચાઈ બંને માટે પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ થયું છે. નયારા એનર્જીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)માં તેની ભૂમિકાનું વિસ્તરણ કરવા માટે વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ કરી છ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.