Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૧૯ વર્ષ પહેલાં લીધેલી લાંચમાં રિટાયર્ડ સર્કલ ઈન્સપેક્ટરને 3 વર્ષની જેલ

૧૯ વર્ષ પહેલાં રિટાયર્ડ સર્કલ ઈન્સપેક્ટરે લીધી હતી લાંચ -રિટાયર્ડ સર્કલ ઈન્સપેક્ટરને ત્રણ વર્ષની જેલની સજા થઈ-એ સમયે એસીબીએ ટ્રેપ ગોઠવીને રંગે હાથ ઝડપી પાડ્યો આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી ફરી ગયો હતો

રાજકોટ,  જિલ્લા પંચાયતના એક સેવાનિવૃત સર્કલ ઈન્સપેક્ટરે વર્ષો પહેલાં એક ગુનો કર્યો હતો. આ ગુનાની સજા હવે તેમને ૧૯ વર્ષ બાદ મળી છે. ૧૯ વર્ષ પહેલાં આ રિટાયર્ડ સર્કલ ઈન્સપેક્ટરે લાંચ લધી હતી અને એ સમયે ગુનો નોંધાયો હતો. એ સમયે આ રિટાયર્ડ સર્કલ ઈન્સપેક્ટરે લાંચ લીધી હતી. Retired circle inspector jailed for 3 years for bribe taken 19 years ago

કેસ નોંધાયા બાદ આ મામલે દોષિત સાબિત થયા હતા. જે બાદ તેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે પૂર્વ સર્કલ ઈન્સપેક્ટર જયસુખ ભારડને રુપિયા ૧૦૦૦ની લાંચ લેવાના આરોપસર ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ તેમના પર રુપિયા ૮૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે.

બનાવની વિગતો એવી છે કે, જયસુખ ભારડ જેઓ હાલ સીત્તેર વર્ષની ઉંમરની આસપાસ છે. તેઓએ ફરિયાદી અરજન ખિમાનીયા પાસેથી ૨૦૦૪માં વાવડી ગામમાં જમીનને બિનખેતીમાં રુપાંતરિત કરવા સકારાત્મક અભિપ્રાય માટે લાંચ માગી હતી.

રસપ્રદ વાત એ છે કે સુનાવણી દરમિયાન ફરિયાદી ફરી ગયો હતો, તેમ છતાં પણ ભારડને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ બીપબી જાદવે આ મામલે ફરિયાદીને શો કોઝ નોટિસ પણ જારી કરી છે. ફરિયાદી ખિમાનીયાની ફરિયાદ બાદ, એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવ્યું હતું

અને આરોપીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સુનાવણી દરમિયાન ભરાડનો બચાવ એવો હતો કે, ફરિયાદીએ જિલ્લા પંચાયતના કર્મચારી પાસેથી ઉછીના રુપિયા લીધા હતા. દોષિતે દાવો કર્યો હતો કે, ફરિયાદીએ આ રુપિયા તેને પરત કરવા માટે આપ્યા હતા.

જિલ્લા સરકારના વકીલ એસકે વોરાએ જણાવ્યું કે, ટ્રેપ દરમિયાન ૧૨ પાનાની એક તપાસ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ન તો આરોપી કે ફરિયાદીએ ઉલ્લેખ કર્યો હતો કે, સ્વીકારવામાં આવેલી રકમ કોઈ અન્ય કર્મચારીને સોંપવાની હતી. એટલું જ નહીં ભારડે આ હકીકતનો ઉલ્લેખ કર્યો નહોતો, જ્યારે નિયમાનુસાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી

ત્યારે ઉચ્ચ અધિકારીની મંજૂરી માગવામાં આવી. આરોપીએ કોઈ સાક્ષી પણ રજૂ કર્યો નથી, જેના વતી તેણે આ રકમ સ્વીકારી હતી. એનાથી સાબિત થાય છે કે, તેણે સજાથી બચવા માટે વાર્તા ઘડી કાઢી હતી. આ સિવાય વકીલે કોર્ટને અપીલ કરી કે, પોલીસ અને કોર્ટનો સમય બગાડવા બદલ ભારડ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જે બાદ ન્યાયાધીશે શો કોઝ નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે તેની સામે કેમ કાનૂની કાર્યવાહી કરવામાં ન આવે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers