Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોડી રાતે સાથે જવાની ના પાડતાં મોટા ભાઈએ નાના ભાઈની ક્રુર હત્યા કરી નાંખી

મોટાએ નાના ભાઈની હત્યા કરી, પરિવારે બંને પુત્રો ગુમાવ્યા-બે ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી

વાપી,  ગુસ્સો અને પ્રેમ બંને અઢી અક્ષરના શબ્દ છે, પરંતુ જાે કુટુંબમાં પ્રેમના સંબંધો હોય તો માણસો જીવન તરી જતા હોય છે. પરંતુ જાે સંબંધોમાં ગુસ્સો પ્રવેશ કરે છે, ત્યારે બધું ખેદાન મેદાન થઈ જતું હોય છે.

આજના આધુનિક યુગમાં ભાઈ ભાઈના સંબંધોમાં પહેલી જેવી મીઠાશ રહી નથી. નાની અમથી વાતમાં બે ભાઈઓ વચ્ચે ધીંગાણું થઈ જતું હોય છે. ત્યારે આવી જ ઘટના રાજ્યના છેવાડે આવેલ ઔદ્યોગિક નગરી વાપીમાં બની છે. જ્યાં એક મોટાભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી નાખ્યું છે.

ઔદ્યોગિક નગરી વાપી પાસે આવેલા બલિઠા ગામમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. બલીઠા વિસ્તારમાં શિલ્પેશ પટેલ નામના એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. શિલ્પેશ પટેલની હત્યાના મામલે જિલ્લા પોલીસ દોડતી ગઈ હતી.

વાપી ટાઉન પોલીસે શિલ્પેશ પટેલની હત્યાના મામલે આરોપી સચિન પટેલની ધરપકડ કરી લીધી છે. પરંતુ ચોકાવનારી બાબતે છે કે, મૃતક શિલ્પેશ પટેલની હત્યા તેના જ મોટાભાઈ સચિન પટેલે કરી હોવાનું બહાર આવ્યું છે. વાપી ટાઉન પોલીસે પણ ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે. નજીવી અમથા કારણસર સચિને તેના નાના ભાઈની શિલ્પેશ પટેલની હત્યા કરી નાંખી છે.

વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે. સચિનની કડક પૂછપરછ કરતા હત્યાનું કારણ જાણીને પોલીસ પર ચોંકી ગઈ હતી. કારણ કે સચિને તેના નાના ભાઈ શિલ્પેશની હત્યા કરવાનું પાછળ જર, જમીન કે જાેરુ નહીં પણ આવેશમાં ગુસ્સામાં આવીને સચિને માથામાં સળીયો મારીને નાનાભાઈ હત્યા કરી હતી.

મૃતક શિલ્પેશ પટેલ તેના ઘરે તેની પત્ની સાથે રાત્રિના સમયે મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ મધરાતે તેનો મોટો ભાઈ સચિન તેના ઘરે આવી ચડેલો અને તેના ભાઈને તેની સાથે લઈ જવા માટે કહ્યું હતું. સચિન અને શિલ્પેશની એક પિતરાઈ બહેનના એક સંબંધી શખ્સ સાથે સંબંધો હતા.

આ સંબંધોને લઈને નારાજ સચિન હાથમાં ઘાતક શસ્ત્ર લઈ પહેલા મૃતક શિલ્પેશના ઘરે આવ્યો હતો અને શિલ્પેશ પટેલને ફરજ પાડી હતી કે, તું પણ મારી સાથે ચાલ અને આપણે બંને આપણી બહેન સાથે સંબંધ રાખનારને કડક સબક શીખવાડીએ.

પરંતુ અચાનક ઊંઘમાંથી ઉઠેલ શિલ્પેશ પટેલ તેના મોટાભાઈ સચિનની વાતથી સહમત થયો ન હતો અને બે ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં જ મોટાભાઈએ નાનાભાઈનું ટીમ ઢાળી નાખ્યું હતું. હાલ સમગ્ર પટેલ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક જ માના બે દીકરાનો છત્રછાયો પરિવાર પરથી છિનવાયો છે.

એક પુત્ર શિલ્પેશનું મૃત્યુ થયું છે. તો બીજાે પુત્ર સચિન પટેલ તેના જ ભાઈની હત્યાના આરોપસર લાંબા સમય સુધી જેલમાં જેલવાસ ભોગવશે. ત્યારે નાના અમથા ગુસ્સામાં અંધ બનેલ સચિન હાલે જેલના સળિયા પાછળ પસ્તાવો કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers