Western Times News

Gujarati News

વડોદરાના વિદ્યાર્થીની બેંગલોરની પાર્ટીમાં ટોળા સામે જ છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ

પ્રતિકાત્મક

યુનિવર્સિટીની ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થતા ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી

વડોદરા,  વડોદરાના વિદ્યાર્થીની બેંગ્લોરમાં ર્નિમમતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. બેંગલોરની રેવા યુનિ.માં અભ્યાસ કરતા વડોદરાના ભાસ્કર જેટ્ટીની હત્યા કરાઈ છે. યુનિ.ની ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થતા ભાસ્કરની ચાકુના ઘા મારી હત્યા કરાઈ છે. Vadodara Student stabbed to death during college fest at Reva University in Bengaluru

મૃતક વિદ્યાર્થી ભાસ્કર જેટ્ટી ૪ વર્ષ પહેલાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા બેંગલોરની રેવા યુનિ.માં ગયો હતો. યુનિ.માં જ હત્યાની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ થતા જ યુવકનો પરિવાર બેંગલોર જવા નીકળ્યો હતો.

વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા હરીશભાઈ જેટ્ટી પરિવારનો દીકરો ભાસ્કર જેટ્ટી બેંગલોરની રેવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ૨૨ વર્ષીય ભાસ્કર રેવા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. ત્યારે શુક્રવારે કોલેજમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરાયું હતું.

આ પ્રટીમાં લગભગ ૧ હજાર વિદ્યાર્થીઓ હાજર હતા. કૉલેજ ફેસ્ટિવલ દરમિયાન બે ગ્રૂપ વચ્ચે વચ્ચેની લડાઈ થઈ હતી. જેમાં ભાસ્કરને પેટમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા. ઘટના બન્યા બાદ યુવકને હોસ્પિટલ લઈ જવાતાં તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે બેંગલોર પોલીસના એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યાં છે.

બેંગલોર પોલીસ હદમાં આવેલી રેવા યુનિવર્સિટીમાં કોલેજ ફેસ્ટ ચાલી રહ્યો હતો ત્યારે આ હત્યા રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ થઈ હતી. આ બાદ નોર્થ-ઈસ્ટ ડિવિઝન પોલીસે આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર-પૂર્વ) લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે જેટ્ટીને છાતી અને હાથ પર ચાકુ મારવામાં આવ્યું હતું જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. અમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને હત્યારાની ઓળખ કરી લીધી છે. અમે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરીશું.

દીકરાના મૃત્યુના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તે તેના પરિવારનો એકમાત્ર આધારાસ્તંભ હતો. તેના પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે, અને માતા ખાનગી કંપનીમા નોકરી પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.