Western Times News

Gujarati News

સલમાનની કિસી કા ભાઈ કિસી કી જાન બોક્સ ઓફિસ પર ધીમી પડી

મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની કમાણી આ અઠવાડિયાના દિવસોમાં ધીમી હતી, ત્યારે ચાહકોને આશા હતી કે ફિલ્મ આ સપ્તાહના અંતે સારું પ્રદર્શન કરશે. જાેકે, ઓપનિંગ વીકએન્ડ બાદ આ વીકએન્ડ દર્શકો પર કોઈ ખાસ જાદુ ચલાવવામાં સફળ થાય તેમ જણાતું નથી. Salman Khan’s movie Kisi Ka Bhai Kisi Ki Jaan

જ્યાં શુક્રવારે આઠમા દિવસે ફિલ્મની કમાણી નબળી રહી, ત્યાં શનિવારે ટિકિટ બારી પર ખાસ ચમક જાેવા મળી ન હતી. કુલ મળીને આ ફિલ્મે ૯ દિવસમાં ૯૧.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જાે કે, આ આંકડાઓ જાેતા તે નિશ્ચિત છે કે ફિલ્મ ૧૦મા દિવસ એટલે કે સોમવાર સુધી દેસી બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી પણ કરી શકશે નહીં. ચાહકોને આશા હતી કે સલમાનની ફિલ્મ ખરાબ સ્થિતિમાં પણ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો સ્પર્શી જશે, પરંતુ ૧૦ દિવસમાં પણ અહીં સુધી પહોંચવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સલમાન સ્ટારર આ ફિલ્મ લાઈફટાઈમ માત્ર ૧૧૫થી ૧૨૦ કરોડની કમાણી કરી શકશે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો કમાલ કરી શકી નથી. છેલ્લી હિટ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘ભારત’ હતી જે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડને પાર કરવામાં સફળ રહી હતી. તે જ સમયે વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ બ્લોકબસ્ટર રહી હતી.

આ જ કારણ છે કે ચાહકોને સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. લગભગ ૧૫૦ કરોડના બજેટમાં તૈયાર થયેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની કમાણી વિદેશમાં પણ ખાસ રહી નથી. સલમાનની આ ફિલ્મ વિદેશમાં ૮ દિવસમાં માત્ર ૪૨.૪૦ કરોડની કમાણી કરી શકી છે.

કિસી કા ભાઈ કિસી કી જાન’નું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે, જે અગાઉ ‘હાઉસફુલ ૩’, ‘હાઉસફુલ ૪’, ‘બચ્ચન પાંડે’ બનાવી ચૂક્યા છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો તેમાં સ્ટાર્સની તાકાત છે. ફિલ્મમાં સલમાન ભાઈજાનનો રોલ કરે છે, પૂજા હેગડે ભાગ્ય લક્ષ્મીનો રોલ કરે છે, વેંકટેશ ભાગ્ય લક્ષ્મીના મોટા ભાઈનો રોલ કરે છે. આ સિવાય ભૂમિકા ચાવલા, શહનાઝ ગિલ, પલક તિવારી, વિજેન્દર સિંહ અને સતીશ કૌશિક પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.