Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કિયારાએ પતિ સિદ્ધાર્થ માટે જાતે બનાવ્યો બ્રેકફાસ્ટ

મુંબઈ, કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર સ્ટોરી પોસ્ટ કરી છે. કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રાનો રવિવારનો નાસ્તો બનાવ્યો છે જે એક મોટા સુપરમેન બાઉલમાં સર્વ કરવામાં આવ્યો હતો. કિયારાએ તે તૈયાર કર્યો હોય તેવું લાગતું હતું. તેના પર કિયારાએ લખ્યું, ‘તેના નાસ્તાનો બાઉલ. @sidmalhotra. અહીં નોંધનીય છે કે સિદ્ધાર્થ અને કિયારાએ તારીખ ૭ ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યાં હતાં.

કિયારા અને સિદ્ધાર્થ ચંડીગઢમાં ‘રાંઝણા’ ગીતના શૂટિંગ વખતે કે તેનાથી થોડા પહેલા પ્રેમમાં પડ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ ગીત પહેલા ફક્ત ચંડીગઢમાં જ શૂટ થવાનું હતું પરંતુ તારીખો અને સમયની સમસ્યાને લીધે ગીતનો થોડો ભાગ ખંડાલામાં શૂટ કરવાનો ર્નિણય લેવાયો હતો. દિવ્યા પંડિતે તેમના વખાણ કર્યા છે અને કહ્યું કે તેમનું જીવન લાંબા સમય સુધી સારું ચાલશે.

તેમણે કહ્યું, સિદ્ધાર્થ માટે કોઈ ડાઉનટાઇમ નથી. તેમણે કહ્યું કે કિયારા એક અદ્ભૂત મહિલા છે. તે એક અદ્ભુત વ્યક્તિ છે. કિયારા સિદ્ધાર્થ માટે ભાગ્યશાળી હશે અને તેઓના લગ્ન લાંબા સમય સુધી ચાલશે. તેઓ સામાન્ય લોકો જેવા છે. કિયારા સિદ્ધાર્થ માટે લકી સાબિત થશે. થોડા સમયમાં તેમની પાસે એક પ્રોડક્શન હાઉસ પણ હશે. કિયારા સારી પત્ની બનશે. બે વર્ષમાં તેઓના બાળકો આવશે. દિવ્યા પંડિત કહે છે કે કપલે વધારે ના વિચારવું જાેઈએ.

દિવ્યાએ સિદ્ધાર્થ અને કિયારાને કેટલીક સલાહ પણ આપી હતી. દિવ્યાએ કહ્યું, ‘સિદ્ધાર્થ ઘણું વિચારે છે. તે ખૂબ વિચારે છે. તેણે આ ઘટાડવું જાેઈએ. કિયારાના પરિવર્તન માટે આ સારો સમય છે. સિદ્ધાર્થના પરિવાર તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. સિદ્ધાર્થે કિયારા પાસેથી પોતાના જીવનમાં ‘પરિવર્તન’ના આ સમયનો આનંદ માણવો જાેઈએ.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers