Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઋષિને યાદ કરતા ભાવુક થયો દીકરો રણબીર અને નીતૂ કપૂર

મુંબઈ, દિવંગત બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરની ત્રીજી પુણ્યતિથિ પર તેમના પરિવાર અને મિત્રો સહિત સિનેમા જગત સાથે જાેડાયેલા સ્ટાર્સે તેમને યાદ કર્યા. ઋષિ કપૂરનું ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું. પિતાને યાદ કરતા ઋષિ કપૂરના પુત્ર અને અભિનેતા રણબીર કપૂરે કહ્યું કે તેઓના ગયા પછી જીવનમાં પડેલા શૂન્યાવકાશને કોઈ ભરી શકશે નહીં. Bollywood actors Rishi Kapoor, Neetu Kapoor, Ranbir Kapoor

૪૦ વર્ષીય રણબીર કપૂરે કહ્યું હતું કે, માણસ માટે સૌથી દુઃખદ બાબત એ છે કે જ્યારે માતા-પિતામાંથી કોઈને ગુમાવો છો. ખાસ કરીને જ્યારે તમે તમારા ૪૦મા વર્ષની નજીક હોવ, તે સમય છે જ્યારે સામાન્ય રીતે આવું કંઈક થાય છે, પરંતુ તે પરિવારને નજીક લાવે છે. તે તમને પ્રિયજનોની કદર કરવાનું શીખવે છે અને જીવનને સમજવામાં મદદ કરે છે. તે તમને જણાવે છે કે તમારી પ્રાથમિકતાઓમાં શું મહત્વનું છે અને શું મહત્વનું નથી.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

બીજી બાજુ ઋષિ કપૂરના પત્ની અને અભિનેત્રી નીતુ કપૂરે રવિવારે પતિને તેમની ત્રીજી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તે દરરોજ તેમને યાદ કરે છે. નીતુ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિ કપૂર સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. નીતુએ ઋષિ કપૂર સાથે ‘રફુ ચક્કર’, ‘અમર અકબર એન્થની’ અને ‘દો દૂની ચાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઋષિ કપૂર કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ સુધી કેન્સરની સારવાર લીધી હતી.

આ દરમિયાન પત્ની નીતુ કપૂર સતત તેમની પડખે હતા. મહત્વનું છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮માં ઋષિ કપૂર અને નીતુ કપૂર સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા. ખાસ્સા સમય સુધી ઋષિ કપૂરે પોતે કેન્સરની સારવાર કરાવતા હોવાની વાત છુપાવી રાખી હતી. એક વર્ષ સુધી કેન્સરની સારવાર કરાવ્યા બાદ ૨૦૧૯માં ઋષિ કપૂર ભારત પરત ફર્યા હતા અને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે, ઋષિ કપૂર દિલ્હીમાં ‘શર્માજી નમકીન’ ફિલ્મનું શૂટિંગ કરતા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers