Western Times News

Gujarati News

OTP વિના બેંક ખાતામાંથી કરોડો રુપિયા ઉપડી ગયા

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા લિમિટેડ અને વિવિધ બેંકોને તેમના ખાતાઓમાંથી છેતરપિંડી દ્વારા ઉપાડી લેવામાં આવેલી રકમ પરત કરવાના નિર્દેશો માગ્યા બાદ એક નોટિસ ફટકારી છે. બેંક ખાતામાંથી જ્યારે આ રકમ ઉપાડી લેવામાં આવી ત્યારે ગ્રાહકોને વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP પણ મળ્યો નહોતો.

હાઈકોર્ટનો દરવાજાે ખખડાવનારી કંપનીમાંની એક નીવા એક્સપોર્ટ્‌સ છે, જેણે ૩ જુલાઈ ૨૦૨૨ના રોજ બે કલાકમાં કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં પોતાના ખાતામાંથી ૨૮ અનધિકૃત ઈન્ટરનેટ બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં ૨૯ કરોડ રુપિયા ગુમાવ્યા હતા. Crores of rupees were withdrawn from bank accounts without OTP

રજીસ્ટર કરવામાં આવેલા મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીને ટ્રાન્ઝેક્શનને પ્રમાણિત કરતા કોઈ પણ જાતના ઓટીપી મળ્યા નહોતા. જાે કે, આ મામલાનું ધ્યાન સાઈબર ક્રાઈમ અધિકારીઓને દોરવામાં આવ્યું હતું. જે બાદ કેટલાંક ખાતાઓ કે જેમાંથી રુપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા તેને ફ્રીઝ કરીને કુલ રુપિયા ૩૨ લાખની રકમ પરત મેળવવામાં આવી હતી. આ કંપનીએ બેંકમાંથી રિફંડ મેળવવા માટે બેંકિંગ લોકપાલનો સંપર્ક કર્યો હતો.

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બેંકની બેદરકારીના કારણે રુપિયા ગુમ થયા હતા, પરંતુ ડિસેમ્બરમાં બેકિંગ લોકપાલે કહ્યું હતું કે, તેમને બેંક તરફથી સેવામાં કોઈ ઉણપ જાેવા મળી નથી. જે બાદ કંપની હાઈકોર્ટમાં ગઈ હતી અને બેંકને રુપિયા ૧.૯૬ કરોડથી પણ વધુની રકમ પરત આપવા માટે દિશા નિર્દેશ માગ્યા હતા.

કંપનીના વકીલ નરેન્દ્ર જાની અને શિવાની લાડે ડિસેમ્બર, ૨૦૧૭માં ગ્રાહકોની સુરક્ષા માટે જારી કરવામાં આવેલાં એક આરબીઆઈના પરિપત્રનો હવાલો આપ્યો હતો અને કોઈપણ અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોના કિસ્સાઓમાં તેમની જવાબદારીઓને સીમિત કરી હતી.

તેઓએ રજૂઆત કરી કે, બેંક રકમ પરત કરવા માટે બંધાયેલી છે અને પૂછ્યું છે કે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી પહોંચાડ્યા વિના બેંકે ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કેમ કરી. અરજીકર્તા કંપનીએ ટેલીકોમ કંપનીને પણ આ મામલે ખેંચી હતી અને કહ્યું કે, વોડાફોન અને તેના અધિકારીઓ ટેલીકોમ સેવાઓના સુરક્ષિત ઉપયોગ માટે જવાબદાર છે. તેઓ પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમની સક્રિય સંડોવણી અથવા બેદરકારી વિના અનધિકૃત વ્યવહારો શક્ય નથી.

સિમકાર્ડને ગેરકાયદેસર અવરોધિત કર્યા વિના અથવા જરુરી પ્રક્રિયાનું પાલન કર્યા વગર એક જેવા ડુપ્લીકેટ સિમ જારી કર્યા વગર આ શક્ય નથી. અરજીકર્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે, કાં તો ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર અધિકારીઓની મિલીભગ છે અથવા તેમની સિસ્ટમ નબળી છે કે કોઈ પણ તેમાં હસ્તક્ષેપ કરી શકે છે. આ મામલે દલીલી સાંભળ્યા બાદ ન્યાયાધીશ સંગીતા વિશેને ૩ મે સુધીમાં જવાબદારોનો જવાબ માગ્યો છે.

વકીલ જૈને રજૂઆત કરી હતી કે, હાઈકોર્ટમાં આવા ચાર કેસ નોંધાયા છે, જમાં ટેલિકોમ સેવા આપતી કંપની એક જ છે અને ઓટીપી વગર જ બેંકમાંથી રુપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ ચાર કેસોમાં કંદોઈ ભોગીલાલ મૂળચંદ નામની મીઠાઈની દુકાનનો પણ સમાવેશ થાય છે, જેમણે છેતરપિંડી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનમાં રુપિયા ૭૫ લાખ ગુમાવ્યા હતા. આવી જ રીતે કૈલાશ દર્શન હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પણ ભોગ બની હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.