Western Times News

Gujarati News

ટિ્‌વન્કલ ખન્નાએ શેર કર્યો માતાપિતા સાથેનો થ્રોબેક ફોટો

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી ટિ્‌વન્કલ ખન્ના છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે, પરંતુ અવારનવાર તે ચર્ચામાં આવતી રહે છે. સાથે જ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહેતી હોય છે. તે હંમેશા તેના ફેન્સ માટે નવા નવા ફોટો શેર કરતી રહે છે. ક્યારેક પતિ અક્ષય કુમાર સાથે તો ક્યારેક બાળકો સાથે. આવી જ રીતે તેણે સોશિયલ મીડિયા પર પિતા રાજેશ ખન્ના અને માતા ડિમ્પલ કપાડિયા સાથેનો એક જૂનો ફોટો શેર કર્યો છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ટિ્‌વન્કલ ખન્નાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે તેના અંગત જીવન વિશે અનેક ખૂલાસા કર્યા હતા. સાથે જ તેણે લૉકડાઉન અંગે પણ વાત કરી હતી. તેણે ખૂલાસો કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં લાગેલા લૉકડાઉન હતું.

ત્યારે તેણે પુત્રી નિતારાને દરરોજ ફક્ત પિનટ બટર સેન્ડવિચ જ ખવડાવી હતી. કારણ કે, તે સમયે અક્ષય કુમારે ઘરે ખાવાનું બનાવવાની ના પાડી દીધી હતી. જાેકે, સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં યુવા ટિ્‌વન્કલ રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની વચ્ચે બેઠેલી જાેવા મળી રહી હતી.

આ ફોટોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, અને ઈન્ટરનેટ આજે આ રજૂ કરી રહ્યું છે. આ ફોટોમાં સિક્વન્સ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. બીજી તરફ દર વખતની જેમ આ વખતે પણ તેના ફેન્સે આ ફોટોને ખૂબ પસંદ કર્યો હતો. એક યુઝરે તો કમેન્ટમાં લખ્યું હતું કે, ટિ્‌વન્કલને સુંદરતા વારસામાં મળી છે. તેના માતાપિતા કેટલા સારા દેખાય છે. જ્યારે બીજા યુઝરે કમેન્ટમાં લખ્યું હતું કે, આ જૂનો ફોટો કંઈક યાદ અપાવે છે.

તેઓ ત્રણેય એકસાથે કેટલા સરસ દેખાઈ રહ્યા છે. તો વધુ એક યુઝરે જણાવ્યું હતું કે, ખૂબ જ જાેરદાર ફોટો છે. આપને જણાવી દઈએ કે, ટિ્‌વન્કલ ખન્ના અવારનવાર તેના ફેન્સ માટે અવનવી પોસ્ટ મુકતી જ રહે છે. અગાઉ પણ તેણે આવી રીતે અનેક અનસીન ફોટો શેર કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.