Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાઈ FIR

અમદાવાદ, આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સુરતમાં કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યા બાદ હવે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર નોંધાઈ છે. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે. FIR registered against AAP’s Isudan Gadhvi

મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આરોપ છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં ૮ કરોડ ૩ લાખ ખર્ચ થતો હોવાનું ટિ્‌વટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ છે. બે દિવસ અગાઉ કરેલું ટિ્‌વટ ગઈકાલે ઈસુદાન ગઢવીના ટિ્‌વટર હેન્ડલ પરથી હટાવાયું છે.

હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers