Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એ. આર. રહેમાન પરફોર્મ કરી રહ્યા હતા ત્યાંજ પોલિસ પહોંચી- કોન્સર્ટ બંધ કરાવ્યો

પ્રતિકાત્મક

પૂણેમાં એ.આર. રહેમાનનો કોન્સર્ટ પોલીસે બંધ કરાવ્યો

પુણે,  મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે રાત્રે પોલીસે એઆર રહેમાનના મ્યુઝિક કોન્સર્ટને બંધ કરાવ્યો હતો. ત્યાં રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા પછી કોન્સર્ટની પરવાનગી નહોતી. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ કોન્સર્ટમાં પહોંચ્યા અને ત્યાં સ્ટેજ પર જઈને શો બંધ કરાવી દીધો હતો. જ્યારે પોલીસ સ્ટેજ પર પહોંચી ત્યારે એઆર રહેમાન ત્યાં પરફોર્મ કરી રહ્યો હતો. The Pune police intervened in A.R Rehman’s live show in Pune, stopping the concert as it was past 10 p.m

એઆર રહેમાનનો આ કોન્સર્ટ પુણેના રાજા બહાદુર મિલ વિસ્તારમાં થઈ રહ્યો હતો. ઓસ્કાર વિનર સંગીતકાર અને ગાયકની આ મ્યુઝિકલ નાઈટના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. કોન્સર્ટમાં જ્યારે લોકો રહેમાનના ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ અને શો બંધ કરી દીધો હતો.

તસવીરમાં એ પણ જાેઈ શકાય છે કે, એઆર રહેમાન માઈક સાથે સ્ટેજ પર ગીત ગાઈ રહ્યો છે. આ દરમિયાન એક પોલીસ અધિકારી મંચ પર ચડતો જાેવા મળે છે અને કોન્સર્ટ બંધ કરવાનો સંકેત આપે છે. પોલીસે શો બંધ કર્યા બાદ એઆર રહેમાન બેકસ્ટેજ ગયા અને કાર્યક્રમ બંધ થઈ ગયો.

પોલીસ દ્વારા શો બંધ કરવા અંગે એઆર રહેમાન તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. જાેકે, તેણે ઈન્સ્ટાગ્રામ પર પુણેમાં તેના શોની કેટલીક તસવીરો ચોક્કસથી શેર કરી છે. પ્રેમ આપવા બદલ પૂણેનો આભાર માન્યો હતો. તેણે પોસ્ટમાં વચન આપ્યું કે, ટૂંક સમયમાં તે ફરીથી ત્યાં આવશે અને લોકો માટે ગીત ગાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers