Western Times News

Gujarati News

આદિવાસી નેતા ભાજપ છોડ્યાના એક દિવસ બાદ કોંગ્રેસમાં જાેડાયા

નંદ કુમાર સાયના કોંગ્રેસમાં સામેલ થવા પર સીએમ ભૂપેશ બઘેલે ફેસબુક પોસ્ટ કરીને જાણકારી આપી

રાયપુર,  છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ વરિષ્ઠ આદિવાસી નેતા નંદ કુમાર સાય આજે રાજ્યની સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. તેઓ છત્તીસગઢના સીએમ અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલની હાજરીમાં કોંગ્રેસમાં જાેડાયા છે. A day after the tribal leader left the BJP, he joined the Congress

સાયના કોંગ્રેસમાં સામેલ થવા પર સીએમ ભૂપેશ બઘેલે ફેસબુક પોસ્ટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યુ- જુડા હાથ સે હાથ, મિલા આપકા સાથ. રોસે કે સાથ જારી હૈ, આદિવાસી બિત કી બાત. સ્વાગત અને અભિનંદન ડો. નંદ કુમાર સાય જી. ઈં હાથ સે હાથ જાેડો.. જારી હૈ.

સાયના કોંગ્રેસમાં સામેલ થવા પર મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, આ તો ટ્રેલર છે. જનતા દુઃખી છે, ભાજપના વરિષ્ઠ નેતા દુઃખી છે. કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સાયએ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પ્રદેશ અધ્યક્ષ મોહન મરકામની હાજરીમાં કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી હતી.

આ અવસર પર સાયએ કોંગ્રેસ સભ્યપદનું ફોર્મ ભર્યું અને મુખ્યમંત્રીએ તેમને સૂતરની માળા પણ પહેરાવી હતી. આ અવસર પર કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

સાઈએ રવિવારે રાજ્ય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવના નામે પોતાનું રાજીનામું મોકલ્યું હતું જેમાં દાવો કર્યો હતો કે તેમના સહયોગીઓ તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે અને તેમની છબી ખરાબ કરવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે. સાયએ કહ્યું હતું કે તે આનાથી દુઃખી છે.

છત્તીસગઢના ઉત્તરીય વિસ્તારમાંથી આવતા સાય ઘણા વર્ષોથી ભાજપના મુખ્ય આદિવાસી ચહેરો રહ્યા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ ૧૯૭૭માં મધ્ય પ્રદેશની ટપકારા વિધાનસભા બેઠક (હવે જશપુર જિલ્લામાં) થી જનતા પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.