Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

માર્ચમાં 1.60 લાખ કરોડ અને એપ્રિલમાં 1.87 લાખ કરોડ GST કલેક્શન

નવી દિલ્હી,  એપ્રિલ-૨૦૨૩માં GST કલેક્શના આંકડાઓએ ઈતિહાસ રચી દીધો છે. એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન નોંધાયું છે, જે અત્યાર સુધીનો ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ ૨૦૨૩માં ૧,૬૦,૧૨૨ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયું હતું. ગત વર્ષે એપ્રિલ ૨૦૨૨માં ૧,૬૭,૫૪૦ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયું હતું. 1.60 lakh crore in March and 1.87 lakh crore in April GST collection

એટલે કે એપ્રિલ-૨૦૨૨ના મુકાબલે એપ્રિલ-૨૦૨૩માં ૧૯,૪૯૫ કરોડ રૂપિયા વધુ જીએસટી કલેક્શન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ જીએસટી કલેક્શન પર ટ્‌વીટ કરી જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે આ બહુ મોટા સમાચાર છે. ઓછો ટેક્સ રેટ હોવા છતાં ટેક્સ કલેક્શન દર્શાવે છે કે, જીએસટી ઈન્ટીગ્રેશન અને અમલમાં કેવી રીતે સફળ રહ્યું છે.

નવેમ્બર 2022 માટે ₹1,45,867 કરોડની કુલ GST આવક એકત્રિત કરવામાં આવી

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers