Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તમારે ઘરે મચ્છરના બ્રીડ મળશે તો થશે કાર્યવાહી

અમદાવાદ, મહાનગરપાલિકાનાં મેલેરિયા વિભાગના ચેકિંગ દરમિયાન ઘર ઘર સર્વે અભિયાન અંતર્ગત આજે ઘરોમાંથી મચ્છરના બ્રિડ મળી આવતાં વિભાગ સતર્ક થયું છે. શહેરનાં મોટા ભાગનાં ઘરમાં સ્વચ્છતાનો અભાવ અને જ્યાં પાણી ભરાયેલાં એવી જગ્યાઓ પર અમદાવાદ મહાનગર પાલિકાનાં વોર્ડ અને ઝોન વાઈસ ચેકિંગ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગનાં ૩૦૦ જેટલાં કર્મચારીઓ જે જે ઘરોમાં સર્વે માટે જશે ત્યાં મચ્છરના બ્રિડિંગ મળે તો તેનાં ફોટો સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહેશે આ સર્વે વખતે જાે કોઈને તાવ હોય તો તેનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે, જેની માહિતી અપલોડ કરવાની રહેશે.

આ પ્રકારનાં ઓનલાઈન રિપોર્ટિંગ દ્રારા જે તે વિસ્તારમાં કેટલાં પ્રમાણ મચ્છરના બ્રિડ છે તેની દૈનિક માહિતી એપ્લિકેશન દ્રારા મળી જશે જાે કોઈ સોસાયટીમાં ૫ કે તેથી વધુ ઘરમાં મચ્છરના બ્રિડિંગ હોય તો ત્યાં મેલેરિયા કે ડેન્ગ્યુના કેસ મળે તો તાત્કાલિક તેની જાણ સોસાયટીના ચેરમેનને કરવામાં આવશે.

ત્યારબાદ રિચેકિંગ દરમિયાન ૧૦૦થી ૫૦૦ રુપિયાનો દંડ પણ કરવામાં આવશે. આ અંગે ચેરમેનને પણ મોટો દંડ ફટાકરવામાં આવશે. શહેરનાં હાઈ રિસ્ક વિસ્તાર કયાં છે તેની તપાસ માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય ઘરનાં કોઈપણ સભ્યને જાે તાવ હશે તો બલ્ડ રિપોર્ટ લેવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્રારા પશ્વિમ ઝોનમાં ચાલી રહેલી તપાસમાં આજે કૃષ્ણનગર વિભાગ ૧માં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાણી ભરી રાખ્યું હોય એવી જગ્યાઓ પર મચ્છરના બ્રિડીગ મળી આવ્યા હતા.

કોર્પોરેશન દ્રારા જે મચ્છરના બ્રિડ મળી આવ્યા છે તે અંતર્ગત રેસિડેનિશિયલ નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ મચ્છરના બ્રિડિંગ અંગે એપ્લિકેશનમાં નોંધ લેવામાં આવી છે. મેલેરિયા ટાઈફોઈડ અને ચિકનગુનિયાના કેસમાં વધારો છતાાં આ પ્રકારનાં પગલાં કોર્પોરેશન દ્રારા લેવામાં આવ્યા છે. આજથી મ્યુનિપલ કોર્પોરેશનની ટીમ ઘરે ઘરે જઈને તપાસ કરશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers