Western Times News

Gujarati News

અમદાવાદ-આગ્રા કેન્ટ ટ્રેનમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા  ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ તથા ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોમાં બે-બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ટેમ્પરરી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની વિગતો નીચે મુજબ છે. Additional sleeper class coaches will be added in Ahmedabad-Agra Cantt train

·         ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 04.05.2023 થી 29.06.2023 સુધી અને આગરા કેન્ટથી 03.05.2023 થી 28.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.

·         ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી  01.05.2023 થી 26.06.2023 સુધી અને આગરા કેન્ટથી 30.04.2023 થી  25.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.

યાત્રીઓએ ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.