Western Times News

Gujarati News

વિસનગરની યુવતીની દુષ્કર્મ બાદ હત્યાનો કેસ ઉકેલાયો

મહેસાણા, મહેસાણાના બાસણા ગામ નજીક ખેતરમાંથી મળી આવેલા યુવતી મૃતદેહના અંગેનો ભેદ ઉકેલાઈ ગયો છે. યુવતી પર પહેલા રિક્ષાચાલકે દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના પાંચ દિવસ બાદ યુવતીના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો હતો.

જ્યાં સુધી યુવતીના હત્યારાને ઝડપી પાડવામાં ન આવે ત્યાં સુધી યુવતીના પરિવાજનોએ મૃતદેહે સ્વિકારવાની ના કહી હતી. સમગ્ર મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસને આરોપીને ઝડપી પાડવા માટે ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યુ હતુ. સમગ્ર મામલે અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીએ પણ પોલીસ અધિકારી સાથે વાતચીત કરી હતી અને આરોપીને ઝડપથી પકડી પાડવા માટે તાકીદ કરી હતી.

યુવતીની હત્યા અંગેની વાત કરીએ તો, મહેસાણામાં આવેલા બાસણા ગામના એક ખેતરમાં યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે, જે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે તે જેતપુર ગામની વતની અને હાલ વીસનગરના વાલમ ગામે રહેતી હતી.

હત્યાના બે દિવસ પૂર્વે યુવતી નોકરી પૂર્ણ કરીને વાલમ જવા માટે એક રિક્ષામાં બેસી હતી. યુવતી રિક્ષામાં બેસીને ફોન પર માતા સાથે વાતચીત કરી હતી ત્યારે અચાનક તેનો ફોન બંધ થઈ ગયો હતો. માતાએ ફોન લગાવતા ફોન લાગ્યો ન હતો. યુવતીના પરિવારજનોએ યુવતીની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. યુવતીના ગુમ થયાના બે દિવસ બાદ યુવતીનો મૃતદેહ બાસણા ગામ પાસેથી મળી આવ્યો હતો.

પોલીસે યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યુ હતુ કે, યુવતીની હત્યા કરવામાં આવી છે. યુવતીની હત્યા કરવાની વાત સામે આવતા યુવતીના પરિવાજનોએ યુવતીના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો અને જ્યાં સુધી હત્યારો ન પકડાય ત્યાં સુધી મૃતદેહને સ્વિકારવામાં આવશે નહીં તેવી ચીમકી પણ આપી હતી.

યુવતીની હત્યાના મામલે અનુસુચિત સમાજના લોકોએ અમદાવાદ અને મહેસાણામાં રેલી કાઢી હતી અને હત્યારાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલે યુવતીના પરિવાર પાસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને મેવાણી પોલીસને હત્યારાને ઝડપી પાડવા માટે ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યુ હતુ. અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીએ પણ મહેસાણા  SP સાથે વાત કરી હતી અને હત્યારાને ઝડપથી ઝડપી પાડવા માટે તાકીદ કરી હતી.

પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે તમામ ચક્ર ગતિમાન કર્યા હતા. સમગ્ર હત્યા કેસ મામલે પોલીસે CCTV એકઠા કર્યા હતા અને CCTVની તપાસ દરમિયાન પોલીસે એક વિજય ઠાકોર નામના રિક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.