Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સલમાને અરબાઝ-સોહેલના નિષ્ફળ લગ્નજીવનની ઉડાવી મજાક

મુંબઈ, સલમાન ખાનને બે ભાઈઓ છે- અરબાઝ ખાન અને સોહેલ ખાન, જેમાંથી તે સૌથી મોટો છે. ૫૭ વર્ષનો થઈ ગયો હોવા છતાં હજી સુધી તેણે હજી સુધી લગ્ન કર્યા નથી. અત્યારસુધીમાં તેનું નામ ઘણી એક્ટ્રેસિસ સાથે જાેડાયું છે પરંતુ કોઈને પણ દુલ્હન બનાવવા સુધી વાત પહોંચી નથી. જ્યારે બંને ભાઈ અરબાઝ અને સોહેલ લગ્ન કરી ચૂક્યા છે અને તેમના ડિવોર્સ પણ થઈ ગયા છે, તેઓ અનુક્રમે એક અને બે દીકરાના પિતા છે.

હાલમાં જ ‘દબંગ ખાન’એ તેના ભાઈઓના નિષ્ફળ લગ્નજીવન અંગે કષ્ટ કર્યો હતો અને તેઓ તેનું સાંભળતા નહોતા પરંતુ હવે સાંભળવા લાગ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. સલમાન ખાન હાલમાં ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જાેવા મળ્યો હતો, જે ૨૧ એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલ તેના ભાઈઓ બન્યા હતા.

ફિલ્મના પ્રમોશન માટે ટીમ જ્યારે કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી ત્યારે તેને શું બંને ભાઈઓ- અરબાઝ ખાન અને સોહેલ ખાને ફિલ્મ જાેયા બાદ તેને લગ્ન કરી લેવાની સલાહ આપી હતી કે કેમ તે અંગે પૂછ્યું હતું. જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે ‘હકીકતમાં, તેઓ મારું સાંભળતા નહોતા. પરંતુ હવેથી સાંભળવા લાગ્યા છે’. આ સ્ટેટમેન્ટ સાથે, સલમાન ખાને અરબાઝ અને સોહેલના નિષ્ફળ લગ્નજીવન વિશે વાત કરી હતી.

મલાઈકા અને અરબાઝ ૨૦૧૭માં અલગ થયા હતા જ્યારે સોહેલ, જેણે સીમા સજદેહ સાથે લગ્ન કર્યા હતા તેણે પણ ગત વર્ષે ડિવોર્સ ફાઈલ કર્યા હતા. તેમને બે દીકરા- નિર્વાણ અને યોહાન છે. સીમા રિયાલિટી શો, ‘ધ ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવુડ વાઈફ’માં જાેવા મળી હતી. જેમાં તેના લગ્નજીવનમાં શું ખોટું થયું તેનો ખુલાસો પણ કર્યો હતો.

હાલમાં, સલમાન ખાને ‘આપ કી અદાલત’માં તેની લવ લાઈફ વિશે વાત કરી હતી. તેણે મજાક કરતાં પોતાને પ્રેમમાં દુર્ભાગ્યશાળી ગણાવ્યો હતો અને કહ્યું કે, જે લોકો તેને ‘જાન’ કહેવા માગે છે, તેઓ તેને ‘ભાઈ’ પણ કહે છે. રિલેશનશિપ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે, ‘પ્રેમમાં કમનસીબદાર રહ્યો છું.

જ્યારે કોઈ સારી વ્યક્તિ આવશે તો થઈ જશે. હકીકતમાં બધા સારા હતા. વાંક મારો હતો. જ્યારે પહેલી વ્યક્તિ જાય તો વાંક તેનો છે, બીજી વ્યક્તિ જાય તો વાંક તેનો છે, ત્રીજી જાય તો પણ તેનો જ છે. જ્યારે ચોથી વ્યક્તિ જાય તો શંકા જાય છે. વાંક તેનો છે કે મારો? પાંચમી વ્યક્તિ સાથે તે ૬૦-૪૦ છે’.

એક્ટરની લવ લાઈફ હંમેશાથી ચર્ચામાં રહી છે. તેનું નામ અત્યારસુધીમાં સોમી અલી, સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, યૂલિયા વંતૂર સાથે જાેડાઈ ચૂક્યું છે. આ લિસ્ટમાં લેટેસ્ટ નામ પૂજા હેગડેનું હતું. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના શૂટિંગ દરમિયાન તેઓ ક્લોઝ આવ્યા હોવાની ચર્ચા હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers