Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પારસ કલનાવતે પિતાનું સપનું પૂરું કરવા ખરીદી BMW

મુંબઈ, એક્ટર પારસ કલનાવત હાલ ટીવી સીરિયલ કુંડલી ભાગ્યમાં જાેવા મળી રહ્યો છે. પારસે હાલમાં જ મ્સ્ઉની સ્પોર્ટ્‌સ કાર ખરીદી છે. આ કાર ખરીદવાનું સપનું તેના પિતાનું હતું જે તેણે પૂરું કર્યું છે. પારસ કલનાવતે ઈન્સ્ટાગ્રામ પર એક કાગળ શેર કર્યો છે જેમાં તેના પિતાએ પોતાના સપનાઓની યાદી લખી હતી.

જેમાંથી એક સપનું બીએમડબ્લ્યૂ કાર ખરીદવાનું હતું. પારસે ઈન્સ્ટાગ્રામ પર પિતાની તસવીર શેર કરી છે સાથે જ તેમના સપનાઓના લિસ્ટમાં કાર ખરીદવાના સપના પર ટિક કરેલું જાેવા મળે છે. તેણે આ ફોટો શેર કરતાં લખ્યું, “મારા પપ્પાએ ૨૦૨૦માં તેમના સપનાઓની યાદી લખી હતી.

જ્યારે મેં તેમને ગુમાવી દીધા ત્યારે ૨૦૨૧માં આ વિશે જાણ થઈ હતી. હવે મેં તેમનું એક સપનું પૂરું કર્યું છે. હજી બીજું ઘણું મેળવવાનું બાકી છે. પારસે પોતાની કારનો વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે કારનો વિડીયો શેર કરતાં એક લાંબી નોટ લખી છે. પારસે લખ્યું, “મારા પપ્પાના સપનાઓને હકીકત બનાવી રહ્યો છું. મેં મારી મમ્મીને કહ્યું કે, મને હજી પણ વિશ્વાસ નથી થતો કે મારી પોતાની બીએમડબ્લ્યૂ સ્પોર્ટ્‌સ કાર પાર્કિંગમાં પાર્ક કરેલી છે.

મને ખબર છે પપ્પા તમે મારા કદમ જાેઈ રહ્યા છો અને આ ફક્ત શરૂઆત છે. તમારા સૌ વિના આ શક્ય ના બન્યું હોત.છેલ્લા થોડા વર્ષોથી મને જે પ્રેમ મળી રહ્યો છે તે ભાવવિભોર કરનારો છે. આજે જે કંઈપણ છું તે તમારા સૌના પ્રેમ અને સહકારના લીધે છું. દિલથી હું તમારા સૌનો આભાર માનું છું. પપ્પા, મા, દી અને જિજૂ આ તમારા માટે છે.

પારસે આગળ ઉલ્લેખ કર્યો કે, તેની કાર મુંબઈની પહેલી આ સીરીઝની ગાડી છે. મુંબઈની પહેલી બ્લેક બીએમડબ્લ્યૂ . જ્યારે મેં કહ્યું હતું કે, જે કાલે ના કરી શક્યો તે આજે કરીશ, જે શહેરમાં હારતો હતો તેના પર જ એક દિવસ રાજ કરીશ, તેમ પારસે નોટના અંતે લખ્યું હતું.

જણાવી દઈએ કે, પારસ ‘અનુપમા’ સીરિયલનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તેણે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’માં પણ પિતાને સમર્પિત કરતું પર્ફોર્મન્સ આપ્યું હતું. હવે તે પિતાના બધા જ સપના સાકાર કરવા માટે મહેનત કરી રહ્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers