Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બ્રેકઅપ બાદ મિત્ર બની રહેવાની વાત મને વધારે પરેશાન કરે છે: નાગા ચૈતન્ય

મુંબઈ, પૂર્વ પત્ની સમંતા રુથ પ્રભુથી સેપરેટ થયા બાદ નાગા ચૈતન્ય શોભિતા ધુલિપાલા સાથેના કથિત રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. બંને છેલ્લા છ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને અત્યારસુધીમાં ઘણીવાર સાથે સ્પોટ પણ થયા છે. ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ બ્રેકઅપ અથવા ડિવોર્સ બાદ તેમના પૂર્વ પાર્ટનર સાથે મિત્રતા જાળવી રાખી છે, પરંતુ એક્ટરને આ કોન્સેપ્ટ જરાય પસંદ નથી, તેને આ વાત પરેશાન કરનારી લાગે છે.

પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ જ રાખવામાં માનતાં નાગા ચૈતન્યએ હાલમાં એક ચેટ શોમાં તેના અંગત જીવન પર પ્રકાશ પાડ્યો હતો. આ દરમિયાન તેણે કોઈનું નામ નહોતું લીધું પરંતુ તેના રોમેન્ટિક રિલેશનશિપ વિશે વાત કરતો દેખાયો હતો.

એકસમયે, નાગા ચૈતન્ય હોસ્ટને સાંભળતો જાેવા મળ્યો હતો, જેણે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ વિશે વાત કરી હતી અને જ્યારે બંને વચ્ચે વાત આગળ વધી નહીં તો તેણે તેને મિત્રો રહેવા કહ્યું હતું. ચૈતન્યએ તરત જ આ વાત રિજેક્ટ કરી હતી અને કહ્યું હતું કે, રિલેશનશિપમાં તેને આ પ્રકારનો અભિગમ બિલકુલ પસંદ નથી. તેણે કહ્યું હતું કે, પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે મિત્ર બની રહેવાનો વિચાર તેને પરેશાન કરે છે. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, સેપરેશન થયું ત્યારે પણ તેણે ફ્રેન્ડશિપ માટે નહોતું કહ્યું.

એક્ટરે ઉમેર્યું હતું કે ‘બ્રેકઅપ બાદ અમે સારા મિત્રો રહી શકીએ છીએ. આ એવી વાત છે, જે મને સૌથી વધારે પરેશાન કરે છે. મેં ક્યારેય કોઈ પૂર્વ ગર્લફ્રેન્ડને બ્રેકઅપ બાદ મારી સાથે મિત્રતા રાખવા કહ્યું નથી. આ જ ઈન્ટરવ્યૂમાં, નાગા ચૈતન્યને કેટલી ગર્લફ્રેન્ડને કિસ કરી છે તેમ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું હતું ‘મેં તેવી ગણતરી કરી નથી’.

આ સાથે તેણે ઉમેર્યું હતું કે, ફિલ્મોમાં તે ઘણાને કિસ કરી ચૂક્યો છે પરંતુ ક્યારેય ગણ્યું નથી. આ સાથે તેણે કબૂલાત બાદ મુશ્કેલીમાં મૂકાશે તેવો ભય પણ વ્યક્ત કર્યો હતો. તેણે જીવનમાં સૌથી મોટા પસ્તાવા વિશે વાત કરી હતી. તેણે સમંતા સાથેના ડિવોર્સ વિશે સ્પષ્ટ વાત નહોતી કરી પરંતુ ફિલ્મોની ખરાબ પસંદગી તરફ વાત વાળી હતી અને કહ્યું હતું કે, તે પસ્તાવો નથી પરંતુ એક શીખ છે.

થોડા અઠવાડિયા પહેલા નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાનો લંડન વેકેશન દરમિયાનનો થ્રોબેક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. ફોટોમાં એક્ટર શેફ સાથે પોઝ આપતો દેખાયો હતો જ્યારે શોભિતા ડાઈનિંગ ટેબલ પર રાહ જાેઈ રહી હતી. તસવીર શેફે પોતે જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી પરંતુ વાયરલ થતાં ડિલિટ કરી દીધી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers