Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સોનાક્ષીના ઓટીટી ડેબ્યૂ દહાડનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, નવી વેબ સિરીઝ દહાડનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ વેબ સિરીઝથી બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઓટીટી ડેબ્યુ કરી રહી છે. જાેકે, સિરીઝના ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા પોલીસની વર્દીમાં એકદમ જાેરદાર દેખાઈ રહી છે. ફિલ્મો પછી હવે સોનાક્ષી ઓટીટી પર નસીબ અજમાવવા આવી રહી છે.

આ વેબ સિરીઝમાં તે દબંગ પોલીસ કર્મચારીના રોલમાં જાેવા મળશે. તેમ જ આ વેબ સિરીઝ દહાડનું ટ્રેલર ખૂબ જ સસ્પેન્સવાળું છે, જે એક બે નહીં પરંતુ ૨૭ યુવતીના મોતની મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે.

દહાડના ટ્રેલરમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા હરિયાણાની પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળશે, જે પોતાના અંદાજથી એકદમ દબંગ છે. તેની સામે એક પછી એક યુવતીઓ ગાયબ થવાની ઘટના સામે આવતી રહે છે.

એટલે હવે સોનાક્ષી તે યુવતીઓની મિસ્ટ્રી શોધવામાં લાગી છે. તેને લાગે છે કે, આ યુવતીઓને જે વ્યક્તિએ ભગાડી છે. તેણે જ તેમની હત્યા કરી છે. તે દરમિયાન સોનાક્ષીને વિજય વર્મા પર શંકા જાય છે. જ્યારે અન્ય પોલીસવાળા એક પ્રોફેસર અને પરિવારવાળા વિજય વર્માના પાત્રને આરોપી માનવા તૈયાર નથી. ત્યારબાદ શરૂ થાય છે હત્યારાનો પર્દાફાશ કરવાની તૈયારી. આ સિરીઝ દહાડમાં કુલ ૮ એપિસોડ હશે.

આ અપકમિંગ સિરીઝને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં બતાવવામાં આવી હતી. રિમા કાગતી અને ઝોયા અખ્તરની આ સિરીઝને રિમા કાગતીએ રૂચિકા ઓબેરોય સાથે મળીને ડિરેક્ટ કરી છે. આ વેબ સિરીઝ દહાડમાં સોનાક્ષી સિન્હા, ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહમ શાહ જેવા કલાકારો જાેવા મળશે.

આપને જણાવી દઈએ કે, દહાડ ૨૪૦થી પણ વધારે દેશ અને ક્ષેત્રોમાં ૧૨મેએ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. બીજી તરફ સોનાક્ષી સિન્હાના અપકમિંગ પ્રોજેક્ટ્‌સ પર નજર કરીએ તો, તે દહાડ પછી બડે મિયાં છોટે મિયાંમાં જાેવા મળશે, જે પૂજા એન્ટરટેઈન્મેન્ટના બેનર હેઠળ બનેલી એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આમાં સોનાક્ષીની સાથે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ હશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers