Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વડોદરા અને હરિદ્વાર માટે શરૂ થશે સમર વીકલી સ્પેશિયલ ટ્રેન

વડોદરા, હવે જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ અને શાળાઓ અને કોલેજાેમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે, તો એવામાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

આ ટ્રેન વડોદરાથી ૬ મેથી ૨૪ જૂન ૨૦૨૩ સુધી (કુલ ૮ ટ્રીપ) અને હરિદ્વારથી દર રવિવારે ૭મી મેથી ૨૫મી જૂન ૨૦૨૩ સુધી (કુલ ૮ ટ્રીપ) દોડશે. આ વિશેષ ટ્રેન વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે.

ટ્રેન નંબર ૦૯૧૨૯ વડોદરા – હરિદ્વાર સ્પેશિયલ ૬ મે થી ૨૪ જૂન, ૨૦૨૩ સુધી દર શનિવારે ૧૯ઃ૦૦ કલાકે વડોદરાથી ઉપડશે અને દર રવિવારે ૧૪ઃ૩૦ કલાકે હરિદ્વાર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર ૦૯૧૩૦ હરિદ્વાર – વડોદરા સ્પેશિયલ ૭મી મે થી ૨૫મી જૂન, ૨૦૨૩ સુધી દર રવિવારે ૧૭ઃ૨૦ કલાકે હરિદ્વારથી ઉપડશે અને દર સોમવારે ૧૧ઃ૨૫ કલાકે વડોદરા પહોંચશે.

રૂટમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા જંક્શન, હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફર નગર, તાપરી અને રૂરકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ ટ્રેન માટે પેસેન્જર રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઈઝ્‌ડ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. મુસાફરો એ આપેલી લિંક પર ખાસ મુલાકાત કરીને વિગતવાર માહિતી જાણી લેવી. આવનારા સમયની આ પ્રકારની જ માહિતીઓ લિંક થકી તમે જાણી શકશો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers